SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિગઢ : ૩ ગઢ. (વ્યાસપીઠ) શૈલેશીકરણ : યોગની પ્રક્રિયા. મિથ્યાદષ્ટિ : ખોટી માન્યતામાં રાચવું. રજોહરણ : ઓઘો. જૈન મુનિઓનું ચિહ. રૂપાનાણું : પૈસા-સોનામહોર-રૂપામહોર. વાસક્ષેપ : સુગંધી ચૂર્ણ. અધિષ્ઠાયક : શાસન રક્ષક દેવો. મુમુક્ષુ : દીક્ષાર્થી. સાગરોપમ : કાળનું માપ. અંશ : ખભો. પલ્યોપમ : કાળનું માપ. ભુજા : હાથ. કેવળજ્ઞાન : ત્રણેકાળનું સર્વ વિષયક જ્ઞાન. વિવર : પોલાણ, અવધિજ્ઞાન : વિશિષ્ટ જ્ઞાન. ઓરસીયો : કેશર ઘસવાનો પત્થર. ઘુંમટ : ડોમ, સામરણ : શિખર જેવો દેખાવ. મન:પર્યવજ્ઞાન : વિશિષ્ટ જ્ઞાન. સોમપુરા : શિલ્પી, મંદિર આર્કિટેકટ. ઉપસર્ગ : અન્ય દ્વારા કરાતી પીડા. અર્વાચીન : નવા. પરિષહ : સ્વેચ્છાએ સહન કરવાની ચેષ્ટા. લૂણ : મીઠું. કુંજર : હાથી. પોથી : પુસ્તક. પ્રવ્રજ્યા : દીક્ષા. - વૈયાવચ્ચ : સેવા-ભકિત ત્રિપદી : ૩ પદો. ચૈત્યપરિપાટી : જિનમંદિરોની દર્શનયાત્રા. દ્વાદશાંગી : બાર અંગો. અભયદાન : જીવતદાન, ગણધર : ગણન ધારણ કરનારા. ગ્રુપ લીડર, વસહી : વસ્તી-દેરાસર, ઉપાશ્રય. અનુત્તર : સર્વ શ્રેષ્ઠ. પ્રાયશ્ચિત્ત : ભૂલના બદલામાં અપાતો દંડ. ઔદારિક : માનવીય કાયા. નિક્ષેપ : પ્રકાર. તૈજસ : શારિરીક ઉર્જા. રત્નકરંડક : રત્નનો કરંડીયો. કાર્પણ : કર્મનો જથ્થો. શંખનાદ, ઘંટનાદ જિન મંદિરોમાં થતા શંખનાદ અને ઘંટનાદનું આધ્યાત્મિક ક્ષેત્રે તો ઘણું બધું મહત્ત્વ અંકાયેલું છે પણ તાજેતરમાં સાયન્સ દ્વારા થયેલા સંશોધનોએ આપણી પ્રાચીન આર્ય સંસ્કૃતિની પરંપરામાં આવતા શંખનાદ અને ઘંટનાદમાં એક નવો વૈજ્ઞાનિક પૂરાવો ઉમેર્યો છે. • બર્લિન વિશ્વવિદ્યાલયે જાહેર કર્યું છે કે રોગોના વાયરસ નષ્ટ કરવા માટે શંખધ્વની એ ઉત્તમ મેડીસીન છે. એક સેકન્ડમાં સત્તાવીસ ઘનફૂટ વાયુશકિતના જોશથી વગાડવામાં આવતો શંખધ્વની ૧૨00 ફૂટથી ૨૬૦૦ ફૂટ સુધીનું વાતાવરણ પ્રદૂષણ મુકત કરે છે. રોગના કીટાણુઓને દૂર કરે છે. • શિકાગોના ડો. બાઈને ૧૩૦૦ વ્યકિતઓને શંખધ્વનિના માધ્યમથી રોગમુકત કર્યા છે. ૦ આફ્રિકામાં કેટલાય વર્ષોથી ઘંટનાદ દ્વારા સાપનું ઝેર ઉતારવાની પ્રક્રિયા આજ સુધી ચાલતી આવી છે. મોસ્કો સેનેટરીયમમાં ઘંટનાદ દ્વારા રોગોને દૂર કરવાના પ્રયોગો આજે હાથ પર ધરવામાં આવ્યા છે. 0 બર્મિહામમાં પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે કે ઘંટનાદથી રોગો દૂર થાય છે. શરીરની તથા મનની સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. 214. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy