SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ SER ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦g શ્રાવક અને શ્રમણ 8............ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈ ̈............8 ભારતીય ગણતંત્રમાં વાણીસ્વાતંત્ર્ય આપવામાં આવ્યું છે. આ સ્વાતંત્ર્યનો સદુપયોગ (!) કરતાં કેટલાક માણસો એવી દલીલ કરે છે કે ભાઇ ! પૂજા કરવામાં જો પાપ લાગતું નથી, અને પુષ્કળ પુણ્ય બંધાય છે. તો પછી આવી પૂજા માત્ર શ્રાવકોએ જ શું કામ કરવી ? શ્રમણો (સાધુઓ)એ પણ આ પૂજા કરવી જોઇએ. પૂજાનો ઉપદેશ કરનારા સાધુઓ પૂજા શા માટે નથી કરતા ? આ બુદ્ધિના બીરબલોને (!) કહેવું જોઇએ કે ભાઇ શ્રાવકોએ પૂજા શા માટે કરવાની છે. એનો ઉદ્દેશ તો તમે સમજો, જિનાગમોમાં જણાવ્યું કે નિરંતર ષટ્કાયની હિંસામાં બેઠેલા શ્રાવકે આ હિંસામાંથી છૂટવા માટે, પરમાત્માનો અનુગ્રહ મેળવી, ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ પામી, વહેલી તકે સંયમનાં પંથે ડગ ભરવા માટે જિનપૂજા ક૨વાની છે. જિનપૂજાનાં પુણ્ય પ્રભાવે જેને ચારિત્રરત્ન મળી ગયું તેને હવે દ્રવ્યપૂજા કરવાની આવશ્યકતા રહેતી નથી. પ્રભુપૂજાનાં રૂડા પ્રતાપે સંયમ પામ્યા બાદ હવે શ્રમણોએ નિરંતર પ્રભુની આજ્ઞાના પાલનરૂપ ભાવપૂજા કરવાની છે. કલકત્તાથી મુંબઇ જવાનો નિર્ણય કરીને એરોડ્રામ પરથી પ્લેન પકડયા બાદ જયાં સુધી મુંબઈનું એરોડ્રામ ન આવે ત્યાં સુધી પ્લેનમાં બેસી રહેવું જરૂરી છે. પણ મુંબઈનું એરોડ્રામ આવી ગયા બાદ પણ જો કોક પ્રવાસી પ્લેનમાંથી ઉતરે જ નહિ તો તે કેવો ગણાશે ? જે સ્ટેશને પહોંચવા માટે પ્લેનને પકડયું હતું, તે સ્ટેશન આવી ગયા બાદ તેણે પ્લેનમાંથી ઉતરી જ જવું જોઈએ, અને મંજીલ પર પહોંચવા હવે બીજા વાહન પકડવું જોઇએ. જેમ નદી પાર કરાવતી નાવ, સાગરને પાર Jain Education International કરાવતી સ્ટીમર, સ્ટેશને પહોંચાડતી ટ્રેનને સ્થાને પહોંચ્યા બાદ છોડી દેવી પડે છે. તેમ જિનેશ્વર દેવની દ્રવ્યપૂજા પણ સર્વવિરતિ ધર્મના સ્ટેશન સુધી પહોંચવા માટે કરવાની હતી. એ સ્ટેશન આવી ગયા બાદ હવે એને પકડી રખાય નહિ. આમ દ્રવ્યપૂજા અહિંસક નિરવઘ અનેક રીતે ગુણકારક હોવા છતાં પણ અધિકારીભેદે અધિકારમાં પણ ભેદ પડી જતો હોય છે. શ્રાવકો દ્રવ્યપૂજાના અધિકારી છે. શ્રમણો ભાવપૂજાના અધિકારી છે. તેથી શ્રમણો માટે દ્રવ્યપૂજા કરવાનો આગ્રહ કદાપિ રાખી શકાય નહિ. કન્સલ્ટીંગ ડૉકટરને ઑપરેશન કરી આપવાનું નહિ કહેવાય. એ કામ માટે સર્જન પાસે જવું જોઇએ. જયાં જેની જેવી પ્રેકટીશ હોય ત્યાં તેવી વાત જ કરવી જોઇએ. નહિંતર દુનિયા પાગલ સમજીને ગાંડાની હૉસ્પિટલ ભેગા કરી દે. કોઇક પહેલવાન રોજનું પાંચ લીટર દૂધ પીને તગડો બની શકતો હોય તેથી કંઈ દૂબળા ડીસેન્ટ્રીના દર્દીને પણ રોજનું પાંચ લીટર દૂધ પીવાનું ન કહેવાય. બાટલી વડે દૂધ પીતા બાબલાને જોઇને તેના બાપાને બાટલીથી દૂધ પીવાનું ન કહેવાય. ત્રણ મહિનાના નાનકડા ભાઇને માતાનું સ્તનપાન કરતાં જોઈને સોળ વર્ષના મોટાભાઇથી એ ચેષ્ટા કદાપિ પણ ન કરી શકાય. પ્રત્યેક બાબતમાં સૌ પ્રથમ પતિને યાદ કરતી પત્ની જયારે નવી સાડી પહેરવા કાઢે ત્યારે પણ પતિને જ યાદ કરે અને જીદ પકડે કે હું પ્રત્યેક ચીજ તમને વપરાવ્યા બાદ જ વાપરું છું તો સાડી પણ પહેલાં તમે પહેરો અને આજનો દી' ઑફિસે કામ કરી આવો પછી જ હું આ સાડી પહેરીશ. બધી વાતે તમે પહેલા, તો નવી સાડી પહેરવામાં પણ તમે પહેલા. રે કેવું પાગલપન ! For Priva157Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy