________________
ચર્ચ અને મંદિર
લંડનના વિશ્વવિખ્યાત સેટ પોલ્સ” ચર્ચમાં પ્રવેશો એટલે બારણા સામે જ એક પાટીયામાં લખેલું છે કે,
એડમિશન ઈઝ ફ્રી બટ યોર કન્ટ્રીબ્યુશન ઓફ ૭૫ પેન્સ વીલ બી એપ્રીશીએટેડ
મતલબ કે પ્રવેશ મફત છે પણ ૧૫ રૂા. આપો તો સારૂં. ભગવાનના ઘરમાં આવી નફફટાઈ સાથે ભીખ માંગવાનું ભારતના એક પણ મંદિરમાં જોવા નહિ મળે.
ટાવર ઓફ લંડન અને ટાવર ઓફ બીજ પર પણ ખૂલ્લે જાહેર કરાય છે અમને ખર્ચ પોષાતો નથી માટે દાન આપો તો સારૂં.
સોવિયેત ૨શીયાના લેનિનગાર્ડના હરમિતાઝ મ્યુઝીયમમાં પ્રવેશ કરવાનો ચાર્જ વસૂલ કરાય છે.
પેરીસના એફિલ ટાવરના ૧લા માળે જવાના રૂ. ૧૫, બીજો માળના ૩૬, રૂા. અને ત્રીજા માળના ૬૦ રૂા. ચાર્જ છે. જેમ માળ વધતા જાય તેમ તમારૂં ખીસ્સે હળવું થતું જય !
ભારતની પાવન ભૂમિ પર ઉભેલાં દેલવાડાનાં દેરાં, રાણકપુરનાં મંદિરો, સીટી ઓફ ધ ટેમ્પલ્સ કહેવાતો શંત્રુજય ગિરિરાજ અને કચ્છમાં બેનમૂન મંદિરોમાં દુનીયાના કોઈપણ માણસને સાવ મફતમાં પ્રવેશ અપાય છે. અહિં એનો કોઈ ચાર્જ લેવાતો નથી ઉલ્ટાનું આવનારા યાત્રિકોની ભોજન આદિથી ભક્તિ કરાય છે. ભારતને ગરીબ ગરીબ કરીને પરદેશમાં વગોવી મૂકનારાઓએ વિચારવું જોઈએ કે ગરીબ કોણ છે ? ભારતીયો કે પરદેશીઓ ? આ દેશના માણસો ભૂખે મરી જશે તોય પરદેશીઓની જેમ ભીખારીવેડા કરીને મંદિરમાં દર્શન કરવાનો ચાર્જ તો કદાપિ નહિ જ ઉઘરાવે - રે ! પરદેશીઓએ હવે તો ચચોને પણ આવકના સાધન બનાવી નાખ્યા છે. અને રંગમાં પાયમાલ થઈ ગયેલા અમેરિકા જેવા દેશોના ૫૦ ટકા ઉપરાંત ચચો પર પાટીયાં લટકે છે કે ‘આ વેચવાનું છે.’
Jain Education International
www.jainelibrary.org