________________
પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલાના ટબાર્થ શબ્દાર્થ, ભાવાર્થ
તથા સવિસ્તર વિવરણ વિષે
સ મ જ તિ
પ્રસ્તુત ગ્રન્થના સંપાદનમાં લેખનપદ્ધતિને જે ક્રમ રાખવામાં આવ્યું છે તે નીચે પ્રમાણે છે – મૂલપાઠ (સંપૂર્ણ) પૃ. ૧–ર૦
સર્વ પ્રથમ દયાનમાલાનો રાસ કે જે સાત ઢાળમાં વિભક્ત થયેલ છે તેના ઉપર અનેક હસ્તલિખિત પ્રતાના પાઠાંતરે જે ઉપલબ્ધ થયા છે તેમાં આમેજ કરીને એક સંસ્કરણરૂપે તેને સંપૂર્ણ મૂલમાત્ર પાઠ મુદ્રિત કરવામાં આવે છે. સવિસ્તર વિવરણને કમ
(૧) મૂળ –પ્રત્યેક ઢાળની મૂળ એક એક કડી, તેના ઉપર સંક્ષિપ્ત સાર કૌંસમાં મૂકીને મુદ્રિત કરવામાં આવી છે.
(૨) ટબો:-તે કડી ઉપર શ્રી જ્ઞાનવિમલસૂરિને બાલાવબોધ માટેને “ટ” (ટબાઈ) અથવા “બાલવિલાસ”ના નામે જે અર્થવિસ્તાર છે અને જે રાસની ભાષાની જેમ તે સમયની એટલે અઢારમા સિકાની ભાષામાં છે, તેને પણ ઉપર પ્રમાણે (મૂળપાઠની જેમ) સંસ્કારિત કરીને મુદ્રિત કરવામાં આવે છે.
(૩) શબ્દાર્થ –રાસની મૂળ કડીના પારિભાષિક અને વિશિષ્ટ શબ્દો શોધીને, ટબાના આધારે તેને અર્થ કરીને, “શબ્દાર્થ'ના શીર્ષક નીચે મુદ્રિત કરવામાં આવ્યા છે.
(૪) ભાવાર્થ –ટબાને આધારે તે તે કડીને કરેલ અર્થ “ભાવાર્થ' શીર્ષક નીચે દર્શાવાય છે.
(પ) વિવરણ – આ પ્રમાણે કરાયેલા ભાવાર્થને સ્પષ્ટ કરવા માટે સવિસ્તર વિવરણ જે ટબા ઉપરાંત અનેક ગ્રંથને આધાર લઈને તૈયાર કરાયું છે તેને “વિવરણ” શીર્ષક નીચે રજુ કરવામાં આવેલ છે.
(૬) વિસ્તાર -ગૂઢ રહસ્યોને સુસ્પષ્ટ કરવા જયાં જયાં જરૂર જણાઈ ત્યાં ત્યાં જેન જેનેતર ગ્રંથને આધાર લેવામાં આવે છે. અને તે દ્વારા અર્થના હાર્દ સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org