________________
[૨૪]
પ્રસ્તુત ગ્રંથનું અમારું પહેલું સંપાદન સાદ્યન્ત તપાસીને તે વિવરણને હજી વધારે સંસ્કારની જરૂર છે એવી સલાહ આપી વધારે સુંદર વિવરણ તૈયાર કરવા અમને ઉત્સાહિત કર્યા તે માટે અમે તેમને આભાર માનીએ છીએ.
પ. પૂ. પં શ્રી ભદ્રકવિજયજીના શિષ્ય મુનિશ્રી કુંદકુંદવિજયજીને અમે એટલા માટે આભાર માનીએ છીએ કે તેઓશ્રીએ અમને આ સંપાદનનું કાર્ય સુપ્રત કર્યું. તેઓની પ્રાથમિક પ્રેરણા ન હોત તો આ કાર્ય અમે હાથ ધરવાનું કઈ દિવસ વિચારતા નહીં. ૩૩. ક્ષતિઓ માટે ક્ષમાયાચના
આ ગ્રંથના સંપાદનમાં અજ્ઞાન, મોહ અને પ્રમાદાદિ દેશોથી જે કાંઈ ત્રુટિઓ રહી જવા પામી હોય કે શ્રી તીર્થંકરદેવની આજ્ઞાવિરૂદ્ધ કાંઈ લખાયું હોય તે માટે અમે અંતઃકરણ પૂર્વક ક્ષમા યાચીએ છીએ અને બહુમતાને વિનંતિ કરીએ છીએ કે તેમણે અમારા ઉપર અનુગ્રહ કરીને આ ગ્રંથયુગલમાં રહી ગયેલી ક્ષતિઓનું સંશોધન કરવું અને તે અમને ઉદારભાવે લખી જણાવવું જેથી બીજી આવૃત્તિમાં યોગ્ય સુધારે વધારે થઈ શકે.
વિ. સં. ૨૦૨૭ શ્રાવણ.
મુંબઈ
લિ. સેવક અમૃતલાલ કાલીદાસ દેશી.
પ્રમુખ, જે. સા. વિ. મંડળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org