________________
[૨૦] છે કે વિકાર, અવિકાર, નિર્વિકાર સાધનાના કારણે પવન છે. ઈન્દ્રને જય તેનાથી સધાય છે. આ વિષય તેના અભ્યાસીઓ દ્વારા પુષ્કળ સંશોધન માગે છે. ર૪. ગ ગ્રંથ સમજવા માટે સદગુરુની દોરવણીની આવશ્યકતા–
શ્રી જ્ઞાનવિમલસૂરિએ ઉપનિષદો વગેરે ગ્રંથ વાંચવા, વિચારવા ટબમાં સૂચન કર્યું છે પણ સદગુરુની દોરવણ વિના ચાર હાથ લાધે નહી. આ વિષયમાં તેઓશ્રી પોતે ત્રીજી ઢાળની પહેલી કડીના ટબમાં આ પ્રમાણે જણાવે છે – “અષ્ટાંગ યોગની સમાધિ સકલ દર્શન કહઈ છઈ પણિ તેહના ભલા વિચાર યોગી પુરુષ વિના કહી શકાઈ નહીં” (જુઓ પૃ-૯૦.) ૨૫. પ્રાણાયામથી પ્રાણુ વગેરેનો જય
પ્રાણાયામથી માત્ર પ્રાણનો જય નથી થતું, પરંતુ પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન એ પાંચે વાયુને જય થઈ શકે છે. પરંતુ તે માટે તે પાંચેનાં સ્થાન, વર્ણ, ક્રિયા, અર્થ અને બીજા જાણવા જોઈએ. (જુઓ ઢાળ ૩-૬ પૃ. ૧૦૭-૯)
આ પ્રમાણે પ્રાણદિના વિજય માટે અભ્યાસ કર્યા બાદ, મનની સ્થિરતા માટે ધારણા, ધ્યાન અને સમાધિને અભ્યાસ કરવાનું દર્શાવાય છે. ૨૬. તેજ ધરવાનાં સ્થાન અથવા આધાર સ્થાને –
નિજ તેજ ધરવાનાં સ્થાનેએ+ (યોગશાસ્ત્ર પ્રકાશ-૫ કલે-ર૭ થી ૩૧ તથા પ્રસ્તુત ગ્રંથની ઢાળ-૩ કડી ૮) વાયુ સંચાર અને મન સ્થિર કરવાથી જે ફલપ્રાપ્તિ જણાવી છે, તે પાતંજલ યોગસૂત્ર વગેરે ગ્રંથમાં અમુક અમુક આધાર સ્થાને એ ધારણ થાન અને સમાધિ કરવાથી થતી ફલપ્રાપ્તિના જેવી જ છે. ૨૭. ધારણુઓથી અવાંતર –
શ્રીનેમિદાસનો મુખ્ય ઉદ્દેશ, તે બધી ધારણાઓથી જે અવાંતર ફલ પ્રાપ્ત થાય છે કે જે મેળવવાં તેમને મતે ઉપયોગી નથી-તેમનું જ વર્ણન કરવાનો છે. પાતંજલ યોગસૂત્રમાં પણ એ રીતે અભિપ્રેત તેમજ અવાંતર ફલેની પ્રાપ્તિ પ્રકરણવશાત્ એક સાથે જ વર્ણવ્યા કરવી પડી છે અને સાથે સાથે જણાવવું પડયું છે કે “તે સમાધી ઉપર સુયાને
+ યેગશાસ્ત્ર અનુસાર નિજ તેજ ધરવાના ૨૧ સ્થાનો આ પ્રમાણે છે – (૧) પાદાંગુક, (૨) પાદતલ, (૩) પાર્ણ, (૪) મુક્લ, (૫) જધા, (૬) જાનુ, (૭) ઉરુ, (૮) ગુદ, (૯) લિંગ, (૧૦) નાભિ, (૧૧) તુંદ, (૧૨) હતુ, (૩) કંઠ, (૧૪) રસના, (૧૫) તાલુ, (૧૬) નાસામ, (૧૭) નેત્ર, (૧૮) ભૂ (ય), (૧૯) ભાલ, (૨૦) શિર, (૨૧) બ્રહ્મરદ્ધ.
હયોગ પ્રદીપિકા (તૃતીયોપદેશ) અનુસાર ધારણું માટેનાં ૧૬ આધાર સ્થાને આ પ્રમાણે છે – (1) અંગુ, (૨) ગુફ, (૩) જાનુ, (૪) ઉરુ, (૫) સીવની, (૬) લિંગ, (૭) નાભિ, (૮) હતું. (૯) ગ્રીવા, (૧૦) કંઠદેશ, (૧૧) લમ્બિકા, (૧૨) નાસિકા, (૧૩) ભૂમધ્ય, (૧૪) તલાટ, (૧૫) મૂધ, (૧૬) બ્રહ્મરંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org