________________
[૧૫] ૮. આદર્શ, ઐતિહાસિક અને સંગ્રહાત્મક યોગ ગ્રંથ- શ્રીનેમિદાસે સાચા અને ઉત્કટ મુમુક્ષુ તરીકે આત્મસ્વરૂપની સ્પષ્ટ અને ઉંડી પ્રતીતિ માટે અનેક ચોગ માર્ગોનું જે મંથન કર્યું, જે સાધના કરી, અને જે તપ આચર્યું તેને પરિણામે તેમને લાધેલી અનુભવ પ્રતીતિ જ આ કાવ્ય કૃતિમાં મુખ્યપણે પ્રરૂપાઈ છે. શ્રી નેમિદાસે જે નિરૂપ્યું છે તે તેમના જીવનના ઉંડાણમાંથી આવેલું હોઈ એ માત્ર તાર્કિક ઉપપત્તિ નથી. તે તે આત્માનુભવની થયેલી સિદ્ધિ-પ્રતીતિ છે, એમ અમને સ્પષ્ટ લાગે છે. આ વિશિષ્ટતાને કારણે તથા તે સમયના પ્રકાંડ વિદ્વાન આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિ જેવા સમર્થ ગુરુએ બાલાવબોધ માટે તેમના ભક્તનો કૃતિ ઉપર અર્થને ટબ લખી આપવાની કૃપા કરી તે વિશિષ્ટતાને કારણે પ્રસ્તુત રાસ અઢારમી સદીમાં પ્રચલિત દયાન પ્રક્રિયાઓને એક આદર્શ, ઐતિહાસિક અને સંગ્રહામક ગગ્રંથ સિદ્ધ થાય છે. ૯. તત્ત્વવિષયક કેયડાઓ–
શ્રીનેમિદાસની પ્રસ્તુત કાવ્યમય કૃતિને સારા મિથ્થામતિને પરિહાર કેમ કરે ? અને “આતમ શુદ્ધિ” અથવા સમવન લાભ કેમ પામ તે છે. તેથી આ કૃતિનું સમ્યફ પ્રકારે મૂલ્યાંકન કરવા માટે સમ્યક્ત્વ અને મિથ્યાત્વના તત્વવિષયક કેટલાએક પ્રશ્નો અથવા કેયડાએ ઉપસ્થિત થાય છે તેને વિચાર આપણે પ્રથમ કરી લેવો જોઈએ. તે પ્રશ્નોના ઉત્તર પણ તેની નીચે જ આપવામાં આવ્યા છે. ૧૦. તાત્વિક પ્રશ્નો—
તાત્વિક વિચારણા કરતાં જે પ્રશ્નો અથવા કોયડાઓ ઉભા થાય છે, તેની સમજણ વિના સાધક, “સાધ્ય અને સાધન” વિશે તદ્દન નિઃશંક થઈ શકતો નથી. તે પ્રશ્નો નીચે પ્રમાણે છે –
(૧) મિથ્યાજ્ઞાન પણ એક પ્રકારનું જ્ઞાન છે. તે અધ્યાત્મ વિચારમાં તેને વિષય કયાંથી કયાં સુધી ગણ? અને સમ્યગજ્ઞાનને વિષય ક્યાંથી શરૂ થાય?
(૨) મિથ્યાજ્ઞાનમાં એવું શું તત્ત્વ છે કે જેને કારણે રાગ, દ્વેષ અને દર્શન મેહ રૂપ મળે અનિવાર્ય પણે ઉદભવે જ?
(૩) સમ્યગજ્ઞાનમાં એવું શું તત્ત્વ છે કે જે આવિર્ભાવ પામતાં મિથ્યાજ્ઞાનસહ બાકીના કષાને સબીજ નાશ કરે છે ?
(૪) જેમ પ્રથમ નહીં એવું ક્ષાયિક સમ્યજ્ઞાન કયારેક પ્રગટ થાય છે તેમ એક વાર નાશ પામેલું પણ મિથ્યાજ્ઞાન ફરી પ્રગટ થતું નથી એવી માન્યતાને આધાર શેર ૧૧. ઉત્તરે–
તે પ્રશ્નોના ઉત્તર અનુક્રમે આ પ્રમાણે છે – (૧) જેમાં જેમાં “હું પણનું ભાન થાય અને તેને લીધે “મમબુદ્ધિ થાય તે બધે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org