________________
૪૯
નષ્ટ થઈ જાય છે. હવે સ્ત્રી કેણ-પુરુષ કોણ એ ભેદ પણ નથી રહેતું. એના પછી આગળ દસમાં સૂક્ષ્મ-સંપાય ગુણસ્થાનક પર ચઢે છે. મુક્તિનગર સુધી પહોંચવાની આ આત્મિક વિકાસની શ્રેણી છે. આત્માના કર્મોને ક્ષય થતો જાય છે અને એક એક ગુણના સ્થાને પ્રાપ્ત કરતો આત્મા આગળ વધે છે. તેથી આને ગુણસ્થાનક કહેવાય છે.
તમે સાપસીડીની રમત જોઈ હશે ! ઘણીવાર બાળકે રમે છે. સીડી આવે તો ઉપર ચઢે અને સર્પ આવે તે પાછો નીચે જાય. બસ એજ નાટક આત્માનું છે. કર્મોનો ક્ષય થયા અને ગુણ વધ્યા તે આત્મા ઉપર ચઢયો અને જે કષાયોએ ઘેરી લીધે-કર્મને ઉદય થઈ ગયો તે પાછો નીચે પડે છે. ત્યાં સુધી કે ૧૦ મા ૧૧માં ગુણસ્થાનકે ચઢીને પણ પડી જાય છે. નવમાં ગુણસ્થાનક પર ક્રોધ-માન-માયા ત્રણે પ્રબળ કષાયોને ક્ષય કરીને વિકાસની દિશામાં આગળ વધતું આત્મા દસમાં ગુણસ્થાનકે મા. આનું નામ જ છે સૂક્ષ્મસંપરયિ! સંપાયનો અર્થ છે કષાય જે સૂક્ષ્મરૂપે પડેલો હોય તે પણ તે છે તો કષાય જ એક દિવસ નાને એ અંશમાત્ર કષાય પણ પાડી દે છે. અંશમાત્ર નાનો કાંટેકે કાંચની કણી પણ વ્યક્તિને સ્વસ્થ સ્થિર ચાલવા દેતી નથી અને તીવ્ર વેદના ઉત્પન્ન કરે છે. એવી જ રીતે સૂક્ષ્મ લેભ પણ ઉદયમાં આવે તો સ્થિતિ બગડી જાય છે. આ દસમાં ગુણસ્થાનકે સૂક્ષ્મ એ લેભ ઉદયમાં આવીને પાડી દે છે. ત્યાંથી પડેલો ખબર નહીં પડતાં પડતાં કયાં સુધી પડી જાય. પગથીયાં પરથી પડતો વ્યક્તિ કયાં સુધી પડશે? એ શી ખબર પડે? સમજાય નહીં, - જ્યારે જે પગથિયા ઉપર રોકાશે ત્યારે જ ખબર પડશે કે અહીં આવીને
કાએ અહીં સુધી પડ્યો. વિચારો, લેમને સૂક્રમ અંશ પણ કેટલે પ્રબળ હશે? કે જે દસમાં ગુણસ્થાનકેથી પણ આત્માને પાડવા સમર્થ છે. આ સામાન્ય વાત નથી. વિચારીએ તે ઘણું વિચારણ્ય ગંભીર છે. આપણે પ્રતિક્રમણ કરવાને ઉપાશ્રયમાં જઈએ છીએ તો ત્યાં પણ શું કરીએ છીએ? પહેલા બેસવા માટે જગ્યા શોધતા હોઈએ છીએ એમાં પણ બારીબારણાની પાસે કયાંય એવી સારી જગ્યા મળે કે
જ્યાં ઘણા પ્રમાણમાં હવા આવતી હોય કેમ? સાચું છે ને? શું શરીર માટે સુખાકારીને આ લોભ નથી? દેહનું સુખ એ પણ લેભ જ છે. ચાપિ આમાં રૂપિયા પૈસાને લાભ નથી. રૂપિયા પૈસા અને વસ્તુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org