________________
અતિપરિગ્રહવૃત્તિનું પરિણામ
પાટલીપુત્રમાં જયસેન રાજાના કાળમાં નંદ આદિ વ્યાપારીઓ હતા. જિનદાસ વ્યાપારી હોવા છતાં ઉત્તમ શ્રાવક હતા. સમુદ્રદત્ત વ્યાપારીએ એક જૂનું તળાવ ખોદાવ્યું. તેમાંથી ઘણી સેનાની કેશ નીકળી. તે કેશને લેખંડની સમજીને બજારમાં વેચવા નીકળ્યા. જિનદાસે પણ ખરીદ્યો પછી પરીક્ષણમાં સેનાની દેખાણી એટલે જિનદાસે પિતાના પરિગ્રહના પ્રમાણની મર્યાદા ન ઓળંગાઈ જાય એ બીકે ન રાખો અને જિનમંદિરમાં આપી દીધી પછી બીજી ન લીધી. લેભને નિયંત્રણ કરવાથી પરિગ્રહ ને જીતી શકાય છે.
નંદે સેનાની જાણીને અધિક કામત આપીને ધીમે ધીમે બધી ખરીદવા લાગ્યો અને ઉપરથી લોકેને કહ્યું કે તમે કેઈને આપશે નહિં હું બધી ખરીદી લઈશ એક દિવસે મિત્રના ઘરે જમવા જતા નંદે પિતાના પુત્રને કેશ ખરીદી લેવાનું કહ્યું. પરંતુ પુત્રને કીમંત ઘણી લાગતા ન ખરીદી. પછી ગુસ્સે થયેલા એડલેકે બીજે ગયા અને કેશો જ્યાં ત્યાં ફેકી દીધી. કેશે ઉપરનું પડ નીકળી જતા સુવર્ણ પ્રગટ થયું. આ રાજપુરૂષે જોઈ ગયા અને રાજાને ફરીયાદ કરી. એલેકેને પકડાવી દીધા. રાજાએ પૂછપરછ કરતા બીજી બધી કેશ માટે પૂછયું એટલે એડલેકે એ નંદ વ્યાપારીને વેશ્યાની વાત કરી રાજાએ નંદને પકડાવ્યો અને વધ કરવાની આજ્ઞાકરી અને તેનું બધું ધન લૂંટી લીધું.
જિનદાસને પણ રાજાએ બેલા. જિનદાસે પિતાના પરિગ્રહ પરિમાણના વતની વિગત સમજાવી દીધી. પરિગ્રહના પરિમાણની વાત સાંભળીને રાજા ખુશ થઈ ગયે. રાજાએ તેનું સન્માન કર્યું માટે પરિગ્રહથી બચવું એ જ હિતાવહ છે ખરેખર પરિગ્રહ સઘળાં પાપસ્થાનકેતરૂપી મહેલને મજબૂત પાયે છે અને સંસારરૂપી ઉંડા કુવાની ઘણી નીકેને પ્રવાહ છે. પરિગ્રહ આત્માને અધોગતિમાં ડૂબાડનાર છે નવગ્રહો કરતા પણ પરિગ્રહ વધારે ધાતક છે, આ ગ્રહ આત્માને ઘણે પજવે છે. વિજ્ઞાન ક્ષેત્રે વૈજ્ઞાનિક ઉપગ્રહ છેડી શકે છે પરંતુ ધર્મના ધાર્મિક ક્ષેત્રે આપણે પરિગ્રહ નથી છોડી શકતા. ઉપગ્રહ છેડ આસાન છે પરંતુ પરિગ્રહ છે દુષ્કર છે, પરિગ્રહ મૂછ ભાવ ગ્રસ્ત છે, માટે મેહ મમત્વ-મૂછ ઘટે તે પરિગ્રહ ઘટી શકે છે. એમ પરિગ્રહ અને મેહ-મમત્વ-મૂછ બેને અન્યન્ય કારક છે માટે એક ને ઘટાડવાથી બીજુ ઘટી શકે છે અને એક ને વધારવાથી બીજુ વધી શકે છે, માટે બને ને ઘટાડવા હિતાવહ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org