________________
૩૫૭
હતી? કેટલે અપાર વિભવ હતું? અમાન-સમાન સંપત્તિ હતી? છતાં પણ તીવ્રરાગ ન હતું, મૂછ કે આસક્તિ અંશ માત્ર પણ ન હતી એટલે જ જ્યારે બધું જ છેડવાની ઈચ્છા થઈ ત્યારે બે મીનીટની પણ વાર ન લાગી. એક ક્ષણમાં જ બધુ છેડીને દીક્ષા લઈ લીધી... અને મહાશીલા ઉપર પાદપાગમન અણુશણ સ્વીકારીને આત્મકલ્યાણ સાધી લીધું.
સદભાવ રાગ અને અસદભાવ રાગ
સદ્ભાવ એટલે વસ્તુનું હોવું અને અસદ્ભાવ એટલે વસ્તુનું ન હેવું. પરંતુ બંને સ્થિતિમાં રાગ હોઈ શકે છે અને બંને સ્થિતિમાં રાગનો અભાવ પણ હોઈ શકે છે. બંને સ્થિતિને વિચારે. એકમાં વસ્તુ છે અને રાગ ખૂબ છે તો પણ જીવ ડૂબી ગયે સમજો અને વસ્તુના અભાવમાં પણ જો મેહ વધારે છે તે ડૂબી ગયા સમજજે. હંમેશા સંસારી જ આશાસ્પદ થઈને બેઠા છે. આશા રાખે છે કે ભવિષ્યમાં ચોકકસ મળશે. આજ નહીં તે કાલ એક દિવસ તો જરૂરથી મળશે. એમ આશામાં પણ આસક્તિ રાખીને બેઠા છે. પણ તેને ખબર નથી કે “સ્વપ્નની સુખલડી (સુખડી) ભૂખ ભાંગે નહી ” વિચારે કે વસ્તુના અભાવમાં પણ અજ્ઞાનમૂલક કેટલી મૂછ છે? એવી. સ્થિતિમાં આયુષ્યને બંધ પડે તે કઈ ગતિ થાય?
આજે પણ લેકે લેટરી લઈને રાખે છે. આજે તે પૈસા નથી પરંતુ લોટરીની પાછળ આશા જરૂર છે કે કાલે લાગશે.. પરમદિવસે લાગશે, આવતા મહિને લાગશે, કયારેક તે જરૂરથી લેટરી પાકશે. આ પ્રમાણે આશા બાંધીને ભાગ્યના ભરોસે બેઠા છે. હવે એકબે-ચાર વાર ભાગ્ય સાથ ન આપે અને આશા પૂર્ણ ન થઈ તો તે આ ભાગ્યને પ્રબળ પુષ્ટ બનાવવા માટે લોટરી લાગે-એ હેતુથી ધર્મ કરવા માંડયો. ભગવાનની પૂજા કરે છે. લોટરીની પણ આરતી ઉતારે છે. લેટરી સામે રાખીને માળા ગણે છે પરંતુ વિચારો, આ તો માત્ર. લાભદશા છે. તીવ્રરાગ છે. આનાથી થોડું જ ભાગ્ય ખુલી જાય છે, એક ગુજરકવિએ ઠીક કહ્યું છે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org