________________
૨૩૨
ઈષ્ટ – પ્રિય પદાર્થોની પ્રાપ્તિ સુખરૂપ માનીને અને અનિષ્ટ – અપ્રિય પદાર્થોને દુઃખરૂપ માનીને તે પ્રવૃત્તિ કે નિવૃત્તિ માટે સતત પ્રયત્નશીલ હોય છે. જો કે શુભા-શુભ, ઈષ્ટ–અનિષ્ટ, પ્રિય-અપ્રિય પદાર્થોની પ્રાપ્તિ કે નિવૃત્તિ પૂર્વના શુભા-શુભ. પુણ્ય–પાપરૂપ કર્મોને આધીન છે. છતાં દરેકની તીવ્ર ઈચ્છા – તૃષ્ણા પિતાને આધીન છે. ઈચ્છા કરવામાં કઈ કઈને રોકી શકતું નથી. તે માટે કેઈના ઉપર નિયંત્રણ થઈ શકતું નથી. તે જીવ સ્વયે પિતાને સ્વાધીન છે.
બાહ્ય સુખની પ્રિયતાને કારણે મનુષ્ય પદાર્થોને ભક્તા બને છે. ભક્તાને પદાર્થ પ્રત્યે તીવ્ર રાગ હોય છે. એ તીવ્ર રાગ પદાર્થની પ્રાપ્તિ માટે ભક્તા પાસે ભારે પરિશ્રમ કરાવે છે. કારણ કે મનુષ્યની એ નબળાઈ છે. તે પોતામાં ઉત્પન્ન થયેલા રાગને શમાવી શકતું નથી. ઈચ્છાને નિરોધ કરી શકતા નથી. અથવા તે તીવ્ર રાગને વૈરાગ્યમાં પરિવર્તન કરી શકતું નથી. માટે રાગાધીન, ઈચ્છાગ્રસ્ત માનવી ઈષ્ટ પદાર્થને પ્રાપ્ત કરવા માટે ઉત્તેજિત બને છે. પછી તે તેનું મન તે પદાર્થો પાછળ વિવશ બને છે. અને તે વસ્તુ પ્રાપ્ત કરવા જીર પિતાના સર્વ ચક્રને–પ્રક્રિયાને ગતિમાન કરે છે.
ગૃહસ્થ-સંસારીને વ્યવહાર નિર્વાહમાં કઈ વસ્તુની આવશ્યકતા નથી હોતી? દરેકને દુનિયાભરના પદાર્થો પ્રાપ્ત કરવાની, સોયથી માંડીને તલવાર સુધીની સઘળી વસ્તુઓ પ્રાપ્ત કરવાની આકાંક્ષા હોય છે. તેથી તો તેને ગૃહસ્થ – ઘરમાં રહેવાવાળે કહેવાય છે. ઘરને અર્થ છે ખાવા – પીવા, સૂવા-બેસવા માટે અનેક પ્રકારની સુવિધાઓનું સંગ્રહસ્થાન ઘર માટે સંસ્કૃતમાં “ગૃહ શબ્દ પ્રયુક્ત છે. સંસારમાં દરેક ગૃહસ્થને દુનિયાભરની સઘળી વસ્તુઓની આવશ્યકતા – આકાંક્ષા હેય પણ તે સવની પ્રાપ્તિ કેવી રીતે સંભવ બને? વળી આવશ્યકતા પ્રમાણે પણ સર્વ વસ્તુ દરેકને મળે તે પણ સંભવ નથી. આવી સામાજિક પરિસ્થિતિને કારણે ગૃહસ્થના જીવન વ્યવહારમાં વસ્તુમાં આદાન પ્રદાનની પ્રક્રિયા થઈ. એક કાળે ધન-નાણાંને વ્યવહાર નહતા ત્યારે વસ્તુના આદાન પ્રદાનથી આવશ્યક વસ્તુઓની પ્રાપ્તિ સહેલાઈથી થતી હતી. જેમકે અનાજના બદલામાં ફળ લેવા, ફળના બદલામાં કપડા લેવા, સેના જેવા પદાર્થના બદલામાં આવશ્યકત વસ્તુઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org