________________
૨૫૫
જવાબ ન આપ્યો આમ કંઈ પણ પ્રમાણ ન મળતા અભયકુમારે તેને છેડી મૂકો.
હિણેયના મનમાં એક ચમત્કાર સ . તેણે વિચાર્યું કે ભગવાનના અનિચ્છાએ સાંભળેલા બેચાર વાકાએ મારું જીવન બચાવ્યું. જે પૂરી દેશના સાંભળું તો મને કેટલો લાભ થાય ? આમ વિચારી તે રાજમહેલથી નીકળીને ભાગ્યે સીધો ભગવાનના સમવસરણમાં પહોંચી ગયે. ભગવાનના ઉપદેશથી તેની દૃષ્ટિ ખુલી ગઈ. તેને આમા જાગૃત થઈ ગયો. તેણે ઉભા થઈ વિનયપૂર્વક ભગવાનને વિનંતિ કરી હે કૃપાનિધાન ! મને આપના ચરણમાં સ્થાન આપે. હું મહાપાપી, ભયંકર લેહખુરને પુત્ર રોહિણેય ચોર છું મારા સર્વ અપરાધ ક્ષમા કરે. મારું કલ્યાણ કરો.
એ દરમ્યાન રાજા શ્રેણિક તથા અભયકુમાર પણ આવી પહોંચ્યા. તેમણે આશ્ચર્ય સાથે આ દૃશ્ય જોયું ત્યાં તો રોહિણેય ચારે તેમની સમક્ષ હાજર થઈ ક્ષમા માંગી અને જણાવ્યું કે તેઓ રાજસૈનિકોને ચેરની પલીમાં મેકલે અને ત્યાં રહેલું સર્વ ધન મેળવી લે અને તેમના માલિકને સેંપી દે. હવે રોહિણેય ચાર માટી ભારે પશ્ચાતાપ કરી પ્રભુને સેવક બન્યો. તેણે પ્રભુની પાસે દીક્ષા આપવાની વિનંતિ કરી. રાજા શ્રેણિક તેને રાજમહેલમાં લઈ ગયા. રથયાત્રા સાથે વરસીદાન અપાવી ખૂબ સન્માનપૂર્વક તેને સમવસરણમાં લાવવામાં આવ્યું. હિયે પ્રભુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. પિતાના દુકૃત્યના પ્રાયશ્ચિત માટે તેણે ઘોર તપશ્ચર્યા કરી, કઠેર સાધના કરી. આયુષ્ય પૂર્ણ થતાં તે સ્વર્ગલોકમાં ઉત્પન્ન થયે. અનુક્રમે તે મોક્ષ પામશે. ચેરીની અનેક રીત હોય છે -
ચેરી કંઈ એક પ્રકારની નથી. તેના સેંકડે પ્રકાર હોય છે. જે સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો જગતમાં જેટલી વસ્તુઓ છે તેટલી ચેરીના પ્રકાર છે અને ચોરીની પદ્ધતિ અને ભેદો પણ અમર્યાદિત છે. કઈ ખીસ્સા કાપે છે. કોઈ શસ્ત્ર બતાવીને લુંટીલે છે રસ્તામાં જતી ગાડી બસને રોકીને લૂંટવામાં આવે છે.
કેઈ વ્યાપાર ધંધામાં માપતોલની અત્પાધિકતા કરીને ચેરી કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org