________________
૨૫૩
તેમની માં એ કેઈની પાસેથી માંગીને ચોખા વગેરે ભેગા કર્યા હતા. તેની ખીર બનાવી હતી. ચોરે ઘરમાં ઘૂસીને ખીર ખાવા લાગ્યા. ત્યારે બ્રાહ્મણ તે ચોરોને મારવા દેડ. આ જોઈને દઢ પ્રહારી પણ પિતાના સાથીઓને સહાય કરવા દોડ અને એક પ્રહાર કરીને બ્રાહ્મણને મૃત્યુને શરણ કરી દીધું. વચમાં ગાય આવી તેને કાપીને યમલોક પહોંચાડી દીધી. બ્રાહ્મણની સગર્ભા પત્ની વચમાં આવી તે તેના પેટ પર તલવાર ઘા કરી તેને કાપી નાંખી, પેટમાંથી ગર્ભ બહાર પડી તરફડવા લાગ્યા. ચાર–ચાર હત્યા એક સાથે કરનાર દઢ પ્રહારી તરફજતા ગર્ભને જોઈને ચેકી ઉઠશે. તેનું મન મુંઝાવા લાગ્યું. પોતાના મનમાં કરેલા દુષ્કૃત્ય પર પશ્ચાતાપ કરવા લાગ્યું. તે ત્યાંથી નગર બહાર નીકળી ગયો. ત્યાર પછી દીક્ષા ગ્રહણ કરીને ઘેર તપશ્ચર્યા દ્વારા સર્વ પાપકર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન પામી એ જ જન્મમાં મેક્ષ પામ્યા. મહાપાપી પણ વીતરાગના શાસનમાં ઘેર પરિષહ સહન કરી, તપશ્ચિયાદિ દ્વારા કર્મક્ષય કરીને તરી ગયે. રોહિણીયા ચેરેએ પણ દીક્ષા લીધી –
મૃત્યુ થયા પર પોઢેલા પિતાએ અંત સમયે પુત્રને પોતાની પાસે બેસાડીને હિત શિક્ષા આપી. જે તારે સારી રીતે જીવન નિર્વાહ કર હોય, સુખી રહેવું હોય તે ભગવાન મહાવીરની દેશના કદાપિ સાંભળ નહિ. આટલી વાત કરીને તેને પિતા મરણ પામ્યા. હિ૭– ચાએ પિતાને મૃત્યુ સમયે વિશ્વાસ આપે કે તે તેમનું વચન પાળશે. અંતિમ ક્રિયાથી નિવૃત્ત થઈ તે એક દિવસ ચોરી માટે નીકળ્યો. તે મગધ સમ્રાટ શ્રેણિકના રાજમહેલમાં ચોરી કરવા જઈ રહ્યો હતે. ત્યાં માર્ગમાં તેણે જાણ્યું કે ભગવાન મહાવીર સમવસરણુમાં બેસીને ઉપદેશ આપી રહ્યા છે. રિહિયાને પિતાની શિખામણ યાદ આવી. પોતે આપેલું વચન યાદ આવ્યું. તેથી બંને કાનમાં આંગળીઓ દબાવીને ચાલવા લાગ્યું કે એક પણ શબ્દ કાને પડે નહિ.
પરંતુ તેના ભાવિમાં કંઈ જુદું જ રહસ્ય નિર્માણ થયું હતું. તેના પગમાં એક કાંટો ઘૂસી ગયો. થોડીવાર તે તે ચાલતો રહ્યો. જે કાનમાંથી આંગળી કાઢી લે તે ભગવાન મહાવીરના શબ્દનું શ્રવણ થઈ જાય અને જે કાંટો કાઢે નહિ તે ચાલવું અસંભવ હતું. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org