________________
૨૩૯
પણ મન સ્થિરતા ન પામ્યું. અંતે તેમણે પિતાની ધર્મ પત્નીને પૂછયું. “આજે શું વાત છે ? આપણા નિવાસમાં કેઈનું પરધન તે ગ્રહણ થયું નથી ને?” મારી સામાયિકમાં આ વિક્ષેપ કેમ થાય છે?” ધર્મપત્ની પણ સુશ્રાવિકા હતી. તેણે પોતાની દિનચર્યાને તપાસી જોઈ અને સ્મરણ થયું કે પડોશીની સાથે બેસીને છાણું એકઠા કર્યા હતા ત્યારે તેનું એક છાણું પિતાના છાણામાં આવી ગયું હતું. તે પડોશીને પાછું આપ્યું ન હતું. પતિદેવને તેણે આ વાત જણાવી. પુણીયાજીએ કહ્યું કે, “તે એક છાણા સાથે બીજા ચાર છાણાં પડોશીને આપી આવો.છાણ પાછા પહોંચાડ્યા પછી પુનઃ પુણીયા શ્રાવક સામાયિકમાં બેઠા ત્યારે તેમની સામાયિક શુદ્ધ થઈ.
વિચાર ! વાત તે નાની છે પણ તેમાં કેટલું ગૂઢ રહસ્ય રહેલું છે. એક તુછ છાણું પડોશણને પૂછ્યા વગર આવી ગયું તે સાધનામાં વિક્ષેપ થયું. તે પછી ચોરી કર્યા જ કરે છે તેનું જીવન પૂરૂં વિક્ષેપમય - ભયગ્રસ્ત કેમ ન હોય? પુણુયાજીને આવી સૂક્ષ્મ ચોરી પણ આંખમાં કણની જેમ ખૂંચી રહી હતી. પણ આજે તે સાધના જ કયાં છે કે ચોરી ખૂચે?
ચોરી
અજાણતા થયેલી ચોરી
જાણીને કરેલી ચોરી સૂક્ષ્મ સ્વામી અદત્તની ચોરી હસી મજાકમાં કે વાતચીતમાં થઈ જાય છે. પડોશીને ત્યાં ભેજન માટે ગયા પછી વાતચીતમાં ઉપયોગ ન રહેવાથી નેપકીન જેવી વસ્તુ તમારી પાસે રહી ગઈ તે અજાણતા થયેલી ચોરી છે. જો કે ગૌણ છે. કારણ કે તમારે આશય ચોરીને નથી વળી જે ખ્યાલ આવ્યું કે તરત તમે વસ્તુ પાછી આપી દે છે અને પિતાના દોષ માટે ક્ષમા માંગીને આત્માને દેષ મુકત કરે છે પણ જે જાણીને ચોરી કરે છે તે તે ક્ષમ્ય ગણાતી નથી. પ્રતિકમણમાં કરેલી ચેરીનું પરિણામ -
દષ્ટાંત એક ઉપાશ્રયમાં એક શેઠ પ્રતિક્રમણ કરવા સૌની પાછળ બેસી ગયા. વસ્ત્ર બદલ્યા. પછી ગળામાં રહેલી સેનાની કંઠી ઉતારીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org