________________
૨૦૩ સૂર્ય યશ રાજાની વાત આવે છે. તેમની પરીક્ષા કરવા રૂપપરિવર્તન કરીને આવેલી અપ્સરાઓ ઉર્વશી અને રંભાની હત્યા પ્રકારની ભાષા સાંભળીને રાજા બે –તમે કહે છે કે અમે વિદ્યા ધર કૂળની સનારીએ છીએ, પણ લાગતું નથી કારણ કે તમારી ભાષા હલકા પ્રકારની છે. તેથી આપણે આપણા કુળની વંશની ખાનદાની નજરમાં રાખીને ભાષા બેલવી જોઈએ. ભાષાથી માણસનું પાણી મપાય છે. નાના માણસ સાથે પણ આદરપૂર્વક પ્રેમપૂર્વક ભાષામાં વાત કરવી જોઈએ. ભાષા તે વશીકરણ વિદ્યા છે. મીઠી–મધુર ભાષા તે ચમત્કારિ મંત્ર જેવી છે. તેનામાં ચુંબકીય શક્તિ છે. તેનાથી તે શત્રુ પણ મિત્ર બની જાય. તમે જોયું હશે કે ભીખારી પણ મીઠી ભાષામાં સારા આશિર્વાદ આપતો હોય છે તો તેને લેકે દાનમાં પાંચ પૈસા આપી છૂટે છે. આપણે સારા શબ્દો વાપરવામાં ઉદારતા રાખવી જોઈએ, એમાં કૃપણ ન બનવું.
ભગવાને દશવૈકાલિકમાં કહ્યું છે :तहेव काण काणे त्ति, पंडग पौंडगे त्ति वा । वाहियं वा वि रोगि त्ति, तेण चोरे त्ति नो वए ॥
કાળાને કા, ચોરને ચે૨, નપુંસકને નપુંસક અને રેગીને રોગી પણ ન કહેવું જોઈએ. બીજને પીડા કરે, કેઈને મનદુઃખ થાય, સંતાપ કે ઉદ્વેગ થાય એવી ભાષા-એવા શબ્દો ન બોલવા જોઈએ. પીડાકારક ભાષા એ પણ વાચક હિંસા છે. જેમ કોઈને શસ્ત્રથી ઘાત કર એ કાયિક હિંસા છે, તેમ કેઈના વિષે ખરાબ વિચારો કરવા, તેનું અશુભ ચિંતવવું એ માનસિક હિંસા છે. તેમજ કેઈને સંતાપ થાય, દુઃખ થાય એવી ભાષા બેલવી એ પણ વાચિક હિંસા છે. તેથી ભાષા સમિતિને ખાસ ખ્યાલ રાખવો જોઈએ. ભાષા સમિતિ –
પાંચ સમિતિ
ઈસમિતિ, ભાષાસમિતિ, એષણા સમિતિ આદાનભંડમત્ત પારિષ્ઠાપનિક
નિક્ષેપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org