________________
૧૪૫
૧૧૨૬૦ X ૩ – મન, વચન, કાયાના ત્રણ
ગથી
૩૩૭૮૦ * ૩- કર્યુંકરાવ્યું અને અનુમોદયું તે ત્રણ કારણથી
૧૦૧૩૪૦
૪
૩ – ભૂત, વર્તમાન, ભવિષ્ય ત્રણ કાળથી
૩૦૪૦૨ ૦
૪
૬ – અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ ગુરૂ અને આત્મા
ની ૬ છ સાક્ષી
૧૮૨૪૧૨૦
આ રીતની હિંસાના પાપમાં ગુણાકાર વધતું જ જાય છે. જે આપણે ઇરિયાવહી ન કરીએ તે અશુભ અધ્યવસાયમાં હિંસાના પ્રમાણને ગુણાકાર વધતે જ જશે, અને આરાધક ક્ષમાયાચના કરતા રહે તો એટલા પ્રકારની હિંસાથી પણ બચી શકે છે.
ઈરિયાવહી ન કરવાનું પરિણામ -
ગુરૂ-શિષ્ય વિહાર કરી રહ્યા હતા. ગુરૂના પગની નીચે એક દેડકે આવી ગયે. તે મૃત્યુ પામ્યો. પાછળ ચાલતાં શિષ્ય યાદ કરાવ્યું, અને ગુરૂનું ધ્યાન ખેચ્યું, પરંતુ ગુરૂને તે અપમાન જેવું લાગ્યું. તેમણે વાત પર ધ્યાન ન આપ્યું. થોડીવાર પછી શિષ્ય ગુરૂને ફરી યાદ દેવડાવ્યું “ગુરૂજી ઈરિયાવહી સૂત્ર કરી લે.” ગુરૂને ગુસે આવ્યું. વિહાર પૂરા થયે અને ઉપાશ્રયમાં પહોંચી ગયા. પ્રતિક્રમણની શરૂઆતમાં શિષ્ય ગુરૂને ફરી યાદ કરાવ્યું, પરિણામ એ આવ્યું કે ક્રોધી ગુરૂ ખૂબ જ ગુસ્સામાં આવી ડંડે લઈ શિષ્યને મારવા દોડયા, પણ શિષ્ય ભાગી ગયે. રાત્રિના અંધકારમાં ગુરૂ ઉપાશ્રયના થાંભલા સાથે અથડાયા. માથામાં સખત વાગ્યું. લેહી વહેવા લાગ્યું અને ક્રોધ કષાયના તીવ્ર અધ્યવસાયમાં તેમનું અવસાન થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org