________________
૧૯૪
સાથે લગાવવામાં આવે તેટલી તીવ્ર વેદના જોગવી રહ્યો છે. ભસ્મક વાયુથી ખાધેલ ઉલટી થાય છે. એક સાથે અનેક મહારે ને તેને ઉદય છે.
પ્રભુએ જે વર્ણન કર્યું છે એ સાંભળીને ગૌતમ તે પિતે સ્તબ્ધ જ થઈ ગયા અને મેઢામાંથી એકદમ આ શબ્દો સરી પડ્યા...અરે ! સાક્ષાત્ નરક, નહીં તે બીજું શું ? પ્રભુએ “કહ્યું, હે ગૌતમ! બત્રીસ વર્ષનું આયુષ્ય આ જ સ્થિતિમાં પૂરું કરીને અહીંથી મરીને સિંહ
નિમાંથી ફરી ૧લી નરકમાં જશે. પછી એક જન્મ પશુ-પક્ષીને, કરી એક ભવ તદ્દન નીચામાં નીચી નરકની ગતિમાં જશે. આવી રીતે સેંકડે જન્મ દુર્ગતિની પરંપરામાં ભેગવી કરેલાં કર્મોના ફળ ભોગવી પાપોની ભારે સજા ભોગવશે.” ખરેખર “પાપની સજા તે ભાર છે.” આ પ્રસંગ વિપાક સૂત્ર નામક અગિયારમાં અંગસૂત્રમાં દુઃખ વિપાકના પ્રથમ અધ્યયનના રૂપમાં કહેવામાં આવ્યું છે,
આ દુનિયાના મહાહિંસકેના નામ આપે સાંભળ્યા જ હશે. ચર્ચિલ, મેસેલિન, લેનિન, હિટલર, યાહ્યાખ્યાન, વગેરે એ તે એવાં એવાં પાપકર્મો કર્યા છે. કેટલી મોટી સંખ્યામાં માનવ સંહાર આ નરભક્ષેએ કર્યો છે ! તેની તો ગણત્રી જ શી કરવી ? આ તો દુનિયા પણ જાણે છે. શું ઇતિહાસ આ વાતની સાક્ષી નથી ? ચોક્કસ જરૂર છે જ. એક ગેસ ચેમ્બરમાં હિટલરે હજારો માનવેને શેકી નાંખ્યા. એક વિજળીની જાળમાં કેટલા હજાર માનવીને સાફ કરી નાખવામાં કેટલાયે ને મારી મારીને મૃત્યુને ઘાટ ઉતારી દીધા છે. વિશ્વ
આ માનવ હત્યારાને કદાપિ માફ નહી કરે અને ભૂલી શકશે પણ નહી. હવે એમની તે શી ગતિ થશે એ તો આપ જ વિચારી શકશે. હિંસા છોડવી, દયાળુ-કરૂણાબુ બનવું એ જ એક વિકલ્પ માત્ર છે. પ્રભુ મહાવીરે આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે :
णिज्झाइता पडिलेहित्ता पत्तेय परिणिव्वाणं सव्वेसि' पाणाणं, सव्वेसि भूयाणं, सम्वेसिं जीवाण, सव्वेसिं सत्ताणं, भस्सातं, अपरिणिव्वाणं भहन्भय दुक्ख त्ति-बेमि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org