________________
૧૬૩
અને બાજપક્ષી માટે પોતાનું આખું શરીર સમપી દીધું. પરંતુ શરણથી કબુતરનું રક્ષણ કર્યું તે જ મેઘરથ રાજા શાંતિનાથ ભગવાન બન્યા. મરવું અને મારવું –
વિચારે તે ખરા! મરવું સહેલું છે કે મારવું ? સભામાંથી ઉત્તર“મરવું ” હા, ખરે જ ! મરવું તે ઘણું જ સહેલું છે. સરળ છે. પરંતુ કોઈને મારવું ” રહેલ કામ નથી જ, કેમકે કોઈ પણ નાનો કે મેટો જીવ મરવા તે માંગતે જ નથી. આ જ ભાવ શ્રી દશવૈકાલિક આગમમાં કહેવામાં આવ્યું છે કે—
सज्वे जीवा वि इच्छति जीविउ न मरिज्जि। तम्हा पाणिवह घोर', निग्ग था वज्जयति णौं । બધા જ જીવ માત્ર જીવવા જ માંગે છે. કોઈ પણ મરવા ઈચ્છતું નથી, એટલા માટે જ નિગ્રંથ મુનિ આવી ભયંકર હિંસા પ્રાણુ વધને ત્યાગ કરે છે. એટલે કોઈપણ જીવની ઈછાની વિરુદ્ધ તેને મારવું તે હિંસા થશે. બીજે પ્રશ્ન એ કરું છું કે કેઈ ને મારવો સહેલો છે? કે તેને બચાવવો? ઉત્તર–મારવો. એહ! કેઈને પણ બચાવવો તે તે હિમાલય ઉઠાવવા જેટલું ઘણું જ દુષ્કર કાર્ય છે. પરંતુ મારે તે ખૂબ જ સહેલું કામ છે. એમાં તે કંઈ મોટી વાત છે? કોઈ ઉપર છરી કે ચપુ હલાવ્યું કે બંદૂક તાકી અને તેને એક જ ક્ષણમાં મારી શકાય છે.
હવે હું એ પ્રશ્ન પૂછું છું કે મરતા કેટલાને આવડે છે? અને મારતા કેટલાને આવડે છે ? તેમાં પણ તે જ ઉત્તર મળશે કે મારતાં તે લાખને આવડે છે દરરોજ અખબાર સમાચાર પત્રમાં વાંચીએ છીએ કે પુત્રે પિતાને માર્યા, ભાઈએ ભાઈને માર્યો, પતિએ પત્નીને મારી, સાસુએ. વહુને મારી-આવાં તો હજારે સમાચાર સાંભળીએ છીએ જેમાં કઈ કેઈને મારે છે એટલે જ તેને મારવાનું આવડે છે પરંતુ મરતા. કેટલાને આવડે છે?
આપ પૂછશે એમાં તે કઈ મોટી વાત છે? ઉપરથી પડાને માર્યો ઝેર પીધું અને મરી ગયે. શું શું મુશ્કેલ છે? અરે ! એ રીતે કૂતરાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org