________________
૧૫૭
યૂલ (ત્રીસ) જીવનું સંકલ્પપૂર્વક નિરપેક્ષ હિંસાનું આચરણ ન થવું જોઈએ. એને અર્થ એ નથી કે બીજી રીતે સૂક્ષ્માદિ પ્રકારની છાની હિંસા કરતા રહેવું. આવી મુકિત તેમાં આપવામાં આવી નથી. શકય હોય તેટલું જયણા–રક્ષાનું પાલન કરવું. સૂક્ષમ સ્થાવર જાની જયણ પાલનમાં ધર્મ તે અવશ્ય છે જ એટલા માટે જ કહ્યું છે કે--
छक्काय-समारंभे, पयणे अ पयावणे अ जे दोसा ।
अत्तट्ठा य परद्वा उभयठ्ठा चेव तं निदे ॥ પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય તથા ત્રસકાય વગેરે છકાય (છ પ્રકારના શરીરવાળા) છોના આરંભ અને સમારંભના રૂપમાં પિતાને માટે કે બીજાને માટે, બંને માટે રસેઈ વગેરે કરવી, કરાવવી અને અનુમેદવાથી જે પણ પાપદોષ લાગે છે, લાગ્યું હોય, તે બધાંની આત્મસાક્ષીની સાથે ક્ષમાયાચના કરવાની છે. આ પાપ મેં સારા તો નથી જ કર્યા, આવી રીતે પોતે જ નિંદા કરવી જોઈએ. અને આ છકાય જાની શકય તેટલી જયણાપૂર્વક રક્ષા કરવી જોઈએ. ચૌદ નિયમે વગેરેની ધારણ કરીને પણ શક્ય તેટલા પ્રમાણમાં આ જીની રક્ષાને ભાવ રાખીને જયણા ધર્મનું પાલન કરવું જોઈએ. આચારાંગ સૂત્રમાં હિંસા નિષેધને ઉપદેશ –
જૈન શાસનના મૂળભૂત ૪૫ પિસ્તાલીસ મુખ્ય આગમ છે. તેમાં અગીયાર અંગસૂત્રમાં સર્વ પ્રથમ આચારાંગ સૂત્ર છે. તેમાં મહાવીરસ્વામી એ સીધે જ ઉપદેશ આપતા સ્પષ્ટ જ કહ્યું છે કે
"तं परिण्णाय मेहावी व सयं छज्जीवणिकाय सत्थं समारं भेज्जा, णेवऽण्णेहिं छज्जीवणिकायसत्थं समारंभावेज्जा, णेवऽण्णे छज्जीवाणिकायसत्थं समारभते समणुजाणेज्जा । जस्से ते छज्जीवणिका यतत्थ समारंभा परिणाया भवंति से हु मुणी परिण्णायकम्में तिबेमि"।
અર્થાત તે હિંસાકાર્યોના પરિણામને સમજીને બુદ્ધિશાળી માનવી એ સ્વયં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાયવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org