________________
૧૪૯
પ્રથમ અને દ્વિતીય બંનેમાં અતિચારની સંભાવના છે. જ્યારે કે આરાધના છે પણ વ્યગ્રચિત્તમાં છે પ્રમાદવશ છે, અને આરાધક ભાવ-ઉપગ નથી રહેતે આવી સ્થિતિમાં ચાલતા સાધુ કે વતીશ્રાવકથી જીવહિંસા થઈ ગઈ તો તે પાપી બન્યો. તેને અતિચા૨લાગ્યો. એવી રીતે આરાધક ભાવ હોવા છતાં પણ આરાધનાની ક્રિયાને ઉપગ થતું નથી તે પણ જીવહિંસા વગેરેનું પાપ તે લાગી જ જાય છે. આ પણ અતિચારી જ ગણાશે. એટલે બન્નેમાં આત્મશુદ્ધિ માટે પ્રાયશ્ચિત જરૂરી છે.
એટલા માટે જ ચેથા પ્રકારમાં રહેવાને જ પ્રયત્ન કરી જોઈએ. આ જ સર્વોત્તમ પક્ષ છે. આરાધક ભાવ એ જાગૃતિનું સૂચક છે, આરાધના તેનાથી જ જીવંત થશે. પ્રમત્ત –પ્રમાદભાવ-વિરાધના, પતન કરે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે અંધારામાં ડંડાસન કે ચરવળને ઉપગ જયણાપૂર્વક, જીવરક્ષાના આરાધક ભાવથી ચાલતા સાધુના પગ નીચે કેઈપણ કારણસર અકસ્માત જીવહિંસા થઈ જાય તે પણ તે વિરાધક નથી આરાધક છે. અને જે ડંડાસન કે ચરવળો હોવા છતાં પણ તેનાથી સફાઈ વગેરે ન થાય,ઉપગ-જ્યણા ન રખાય તો પણ જીવહિંસા નથી થઈ તો તે વિરાધક છે. અને તે જીવહિંસાના દોષને પાત્ર બને છે. અતિચારનું કારણ બને છે. કેમકે આરાધક ભાવ-ઉપયોગ –જયણા ધર્મની જાગૃતિ તેમાં ન હતી એટલા માટે વિરાધક કહેવાશે. દોષી કહેવાશે. એટલા માટે જ આરાધક ભાવની–ઉપગ ધર્મની સંપૂર્ણ આવશ્યકતા બહુજ ઉપયોગી છે. આરાધનાને જીવત, રસવંત બનાવવા માટે આરાધક ભાવ અને ઉપગ–જયણાની અત્યંત જરૂરત છે. નિજેરામાં, સંવર ધમમાં કે પુણ્યમાં પણ આરાધકના અધ્યવસાયે પણ વિશેષ આધાર રહે છે.
અધ્યવસાયની ધારા પર કામબંધને આધાર –
“ચિાણ કર્મ કૌર fiાને વં કરવામાં આવતી ક્રિયાના -આધાર પર જ કામણુ વગણના પુદ્ગલ પરમાણુઓનું ગ્રહણ થાય છે અને જીવના અધ્યવસાય કે પરિણામ (વિચાર)ની તીવ્રતા કે મંદતાના આધાર પર કર્મના બંધ થાય છે. અધ્યવસાય=એટલે પરિણામ. વિશેષ કેવી રીતે વધે કે ઘટે છે? તેમાં કેવી રીતે લાભ કે નુકશાન થાય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org