________________
وا
છે દુઃખી લેકે ને અનેક રીતે દુખી થતા જોઈને તે દુઃખ તેમના કરેલા પાપ કર્મનું જ ફળ છે. એમ સમજીને એવા પાપે કરવાનું આપણે વહેલી તકે છેડી દેવું જોઈએ જેથી એવા દુઃખે ભેગવવાને વખત જ ન આવે.
બીજાના જીવનના દુખે જોઈને તે કરેલા પાપ કર્મોને અશુભ ફળ છે. એમ સમજીને પાપ કરવાનું છોડી દેનાર સજજન છે. સમજદાર અને જ્ઞાની છે, જ્યારે પિતે જાતે પાપ કરીને પછી તેના માઠા ફળ ભારે દુઃખ કે ભારે સજા સામે આવે તે વખતે અસહ્ય વેદના, ત્રાસ દુઃખે પીડા વગેરે ભગવતી વખતે મનમાં અફસેસ વ્યકત કરે કે અરે રે! મને વળી આ પાપે કરવાની ખોટી ટુબુદ્ધિ કયાં સૂઝી? ઝેરના પારખા ન કરાય તેમ પાપની પણ જાત પરીક્ષા ન કરાય.
પાપ કર્યા પહેલા જ ન કરવાની પ્રતિજ્ઞા કરી લેવી એજ વધુ હિતાવહ છે. કેઈ પણ સંજોગોમાં પાપ કરવાના ન જ હોય. અનુભવવાના ન જ હોય.
આ સંસારમાં જ્ઞાની ગીતાર્થ ભગવંતોને જ્ઞાન માર્ગ હજી લેપ નથી થઈ ગયા. તેઓ આપણા અનન્ત ઉપકારી છે. જે જ્ઞાનમાં પાપની ભારે સજાનું અદ્દભૂત વર્ણન આપણી સમક્ષ કરીને ગયા છે. પાપની ભારે સજાનું આપણને ભાન કરાવ્યું છે અને તે જ્ઞાની મહા પુરૂનું મહાન જ્ઞાન પરંપરામાં આપણા સુધી આવ્યું છે અને આજે આપણને મળ્યું છે, માટે વડીલે, બાપ દાદાએ, ગુરૂજને ન અનુભવ જ્ઞાનથી, શાસ્ત્ર જ્ઞાનથી તેમની પાસે પાપનું સ્વરૂપ, તેનું પરિણામ તેની ભારે સજા વગરેની સર્વ હકીકત જાણીને પાપ કરવાનું જ છોડી દેવું પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરી લેવી તેજ આપણા હિતમાં છે.
બંધ ફૂટી જાય તે પહેલા જ પાળ બાંધી લેવી વધુ ડહાપણ ભરી વાત છે. એવી જ રીતે આગ લાગવા પહેલા કુવે છેદવાને હાય, આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય તે તે મૂર્ખતા છે, એવી રીતે દુઃખ આંખ સામે ઉદયમાં આવી ગયા હોય, અથવા પાપ કર્મના ઉદયે જ પાપની સજા ભેગવવા નરકમાં પરમાધામી સમક્ષ પહોંચી ગયા ત્યારે શું ધર્મ કરવા બેસવું? ના.ના... નહીં કરૂ? શું પરમધામની આગળ એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org