________________
(૧) સર્વથા - સર્વ પાપકર્મોને આજીવન સુધી ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવી તે સર્વવિરતિ ધર્મ કહેવાય છે. તેના પાલક સાધુ-સાધ્વી છે. (૨) જે જીવો પાપકર્મોને સર્વથા ત્યાગ કરવા સમર્થ નથી તે જી આંશિક અથવા મર્યાદિત પાપની પ્રતિજ્ઞા કરે છે તે દેશવિરત શ્રાવક છે.
પરંતુ જે જીવ અંશે પણ પાપને ત્યાગ કરવા સમર્થ નથી તે 1 અવિરત અવતી કહેવાય છે. તેને વિશેષ પ્રકારે આત્માને આનંદ પ્રાપ્ત થવા સંભવ નથી. હજી તે જીવને હિંસાદિ કાર્યોમાં રાગ છે તેથી અવિરતિ (અવંતી) છે.
અત્રત, મુખ્યત્વે પાંચ છે. હિંસા, અસત્ય, ચોરી, મૈથૂન, પરિગ્રહ આ પાંચે તેનું સર્વથા આજીવન પાલન કરનાર સાધુ સાધવી છે. આંશિક પાલન કરનાર અણુવ્રતી શ્રાવક છે. તે મર્યાદિતપણે પાપકર્મોને રોકે છે. જે આ પાપકર્મોને આધીન છે. તેમાં જ આસકત છે તે ઘોર પાપને બંધ કરે છે. અર્થાત દુનિયાભરનું પાપ બાંધે છે. દુનિયાભરનું હિંસાદિ પાપ કેવી રીતે લાગે છે?
સંસારમાં જ્યાં જ્યાં આરંભ સમારંભની હિંસા વગેરેનું પાપ ઘણું વ્યાપકપણે ચાલી રહ્યું છે, તે સર્વને માટે ચાલી રહ્યું છે, તેથી તેનું પાપ પણ સવને ભાગે વહેંચાવાનું છે. એવા આરંભમાં કંઈ ભાગ પાડવામાં આવતા નથી કે આ આટલા જ છે માટે છે અને આટલા જી માટે નથી. તે પ્રવૃત્તિ સર્વ જીને લક્ષમાં રાખીને કરવામાં આવે છે.
જેમ કે શહેરમાં કાપડની મિલે ચાલે છે. તે સર્વ મિલે કે કારખાનામાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનપતિ વગેરે જેવેની અધિક હિંસા થાય છે. તે સિવાય મિલે ચાલવી શક્ય નથી તે જ પ્રમાણે સ્કુટર મેટર આદિ સાધનના કારખાના ચાલે છે તેમાં હિંસા તો થાય છે. તે કારખાનામાં બનતા સાધનો કેના માટે બને છે તેવું કંઈ ધોરણ નથી. કારખાનું તે આખી માનવ જાતને માટે ચાલે છે. આથી જે તે વસ્તુનો ઉપયોગ કરે છે તે તેમાં થતી સર્વ હિંસાને ભાગીદાર બને છે.
જેમ સરકાર દ્વારા લેવાતે કર પાંચ હજારની ઉપરની આવકવાળાને ભરવાનો હોય તે તે કાનૂન એટલી આવકવાળાને લાગુ પડે છે. એ કાનૂન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org