________________
Sચ્છØØØØØØØØચ્છ$
અજારા પાર્શ્વનાથ ભગવંત!
(દરબારી કાનડા)
અજારા પાર્શ્વનાથ ભગવંત પાવન તવ નામ-સ્મરણે મમ
રોમ રોમ વિકસંત
બાલારુણસમ અરુણિમ આભા, તવ અંગે વિસંત ઉજ્જવલ-ફૂલ-મઢયો તું સોહે, મધ્ય-રવિ ઝલકંત
તવ હવણનું જલ અજયરાજના, કરે રોગનો અંત તો ભવ-રોગ અમારો પણ પ્રભુ ! આપ શમાવો સંત
હું દુ:ખિયો કરુણાને લાયક, તું વિભુ કરુણાવંત અંજ્ઞ હું, તું સર્વજ્ઞ; હું નિર્ગુણ, સાહિબ ! તું ગુણવંત
દૂર દૂરથી તવ દરબારે, દોડી આવ્યો ભદંત ! તુજ દર્શનથી નિજ દર્શન હો !, યાચું એ અરિહંત !
ఈవారు