SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અભુત રૂપ તિહારો (આશાઉરી) પ્રભુજી ! અદ્ભુત રૂપ તિહારો નયનયુગલ ઉત્પલસમ સોહે, મોહે મન-મધુકર મારો ભાલ ભવ્ય ઝળકે બહુ તેજે, હેજે ચંદ્ર સંભારો દિવ્ય તિલક વિલસે પ્રભુ ભાલે, આકાશે જિમ તારો મસ્તક ઉપર મુકુટ વિરાજે, કથતો પુણ્ય-પ્રકારો નિર્મલ વિપુલ હૃદયતલ છાજે, કરુણારસ-આગારો બહુ ઉભય ભયનાશી વિશાલા, ભાંજે કર્મ-ઠઠારો ચરણ-કમલ-યુગ સેવા સારે, અમર-અસુર-નર-વારો નિર્વાઇન પદ વરવા પન્નગ-પતિ લાંછન સુખકારો કસ્તૂરીસમ શ્યામલવરણી, કરતી સુરભિ-પ્રસારો અમી નીતરની મૂર્તિ વિલસતી, હરતી ચિત્તવિકારો અનુપમ શોભા-શોભિત જિનવર, મુજ વિનતિ ઉર ધારો આંતર-રિપુગણ દૂર કરણકો, યાચું આપ-સહારો , જય શત્રુંજય પાશ્ર્વ જિગંદા, દાસની આશ નિવારો શ્વાસે શ્વાસે સમરું તુજને, એક જ તું આધારો సంగారు www.jainelibrary.org
SR No.001471
Book TitleBhini Kshanono Vaibhav Sachitra
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1995
Total Pages84
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Stavan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy