SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા (અવિષ્યવૃત્ત થાય છે. ધનપાલ દિગંબર ધકેટ વણિક હતા અને સંભવતઃ ઈસવી બારમી શતાબ્દી પહેલાં થઈ ગયે. બાવીશ સંધિના વિસ્તારવાળું તેનું કાવ્ય પ્રમાણમાં સરળ શૈલીમાં ભવિષ્યદત્તની કૌતુકરંગી ક્યા કહે છે અને સાથે સાથે કાર્તિક સુદિ પાંચમને દિવસે આવતું શ્રુતપંચમીનું વ્રત કરવાથી મળતા ફળનું ઉદાહરણ આપવાને ઉદ્દેશ પણ પાર પાડે છે તેનું કથાનક એવું છે કે એક વેપારી નિષ્કારણ અણગમે આવતાં પુત્ર ભવિષ્યદત્ત સહિત પિતાની પત્નીને ત્યાગ કરે છે અને બીજી પત્ની કરે છે ભવિષ્યદત્ત મોટે થતાં કોઈ પ્રસંગે પરદેશ ખેડવા જાય છે ત્યારે તેને ઓરમાન ના ભાઈ બે વાર કપટ કરી તેને એક નિજન દ્વીપ પર એકલોઅટૂલે છોડી જાય છે. પણ માતાએ કરેલા શ્રુતપંચમી વ્રતને પરિણામે છે. તેની બધી મુશ્કેલીઓને અંત આવે છે, તેને ઘણે ઉદય થાય છે અને શત્રુને પરાજય કરવામાં રાજાને સહાય કરવા બદલ તે રાજ્યાઉંને અધિકારી બને છે. મરણ પછી ચોથા ભાવમાં શ્રુતપંચમીનું વ્રત કરવાથી તેને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે ધનપાલ પહેલાં આ જ વિષય પર અપભ્રંશમાં ત્રિભુવનનું જંત્રવિર તથા પ્રાકૃતમાં મહેપરની નળસંરકીબો રાં નવગ્રોથા) મળે છે. ધન પાલની સમીપના સમયમાં શીધરે ચાર સંધિમાં અપભ્રંશ વિસરવરિય (સં. મવિશ્વરિત) ઈ. સ. ૧૭૪માં રચેલું છે, જે હજી અપ્રસિદ્ધ છે. કનકામરનું વરદારિર (સં. વાઇરતિ દસ સંધિમાં એક પ્રત્યેકબુદ્ધ (એટલે કે સ્વયંપ્રબુદ્ધ સંત)નો જીવનવૃત્તાંત આપે છે. બૌદ્ધ સાહિત્યમાં પણ કરકંડની વાત આવે છે. ધાદિલકૃત ૧૩મસિરિરર ( સં. શ્રીવરિત ) ( ઈસવી અગિયારમી શતાબ્દી લગભગ) કપટભાવયુક્ત આચરણનાં માઠાં ફળ ઉદાહત કરવા ચાર સંધિમાં પદ્મશ્રીને ત્રણ ભવને વૃત્તાંત આપે છે. વસ્તુ હરિભદ્રની પ્રસિદ્ધ પ્રાપ્ત કથા સમારંચદાની એક અવાંતરકથા ઉપરથી લીધેલું છે. પણ પહેલાં કહ્યું તેમ સંધિ બદ્ધ ચરિતકાવ્યના ઘણા મોટા ભાગને હજી મુદ્રણનું સદ્ભાગ્ય નથી સાંપડયું. અહી આપણે તેવાં કાવ્યોની એક યાદી–અને તે પણ સંપૂર્ણ નહીં—આપીને જ સંતોષ માનશું. સામાન્ય રીતે આ કાવ્યો અમુક જેન સિદ્ધાંત કે ધાર્મિક-નૈતિક માન્યતાના દષ્ટાંત લેખે કેઈક તીર્થંકરનું કે જૈન પુરાણુક્યા, અનુશ્રુતિ કે ઈતિહાસના કેઈક યશસ્વી પાત્રનું ચરિત વર્ણવે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001466
Book TitleApbhramsa Vyakarana Gujarati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages278
LanguageApbhramsa, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Grammar, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy