SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનું નિવેદન જૈન શાસનના પ્રાણસમા જીવદયા-અહિંસાધર્મના મહાન જ્યોતિર્ધર કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યની નવમી જન્મશતાબ્દી (વિ.સં ૧૧૪૫૨૦૪૫)ની પુણ્યસ્મૃતિમાં, પરમપૂજ્ય આચાર્ય શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલા અમારા ટ્રસ્ટના ઉપક્રમે ચાલતી ગ્રંથમાળામાં, એક પ્રાચીન, ઐતિહાસિક અને અદ્યાવધિ અપ્રકાશિત એવા પ્રાકૃત ગ્રંથનું પ્રકાશન કરતાં અમો અનેરા હર્ષ તથા ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આ ટ્રસ્ટના આશ્રયે પૂજ્ય આચાર્યશ્રીની પ્રેરણા તથા તેઓના શિષ્ય પં.શ્રી શીલચન્દ્રવિજયજીના સત્પ્રયાસને પરિણામે અમો વિદ્વાનોને ‘‘શ્રીહેમચન્દ્રાચાર્ય ચન્દ્રક’’નું પ્રદાન, પરિસંવાદો, અનેક ગ્રંથોનું પ્રકાશન તથા ‘‘અનુસન્ધાન’ નામની શોધપત્રિકાનું પ્રકાશન વગેરે સત્પ્રવૃત્તિ કરી શકવા શક્તિમાન બન્યા છીએ. ગ્રંથપ્રકાશનના કાર્યમાં અમને ડો.હરિવલ્લભ ભાયાણી તથા અન્ય વિદ્વજ્જનોનો ઉમદા સહયોગ પણ પ્રાપ્ત થયો અને થાય છે, તે અમારું સૌભાગ્ય છે. પ્રસ્તુત ‘પ્રબન્ધ-ચતુષ્ટય'ગ્રંથનું સંપાદન કરી આપવા બદલ પ્રાકૃતસાહિત્યના વિદ્વાન પ્રાધ્યાપક ડો.રમણીકભાઇ મ. શાહનો અમે હાર્દિક આભાર માનીએ છીએ. પં.શ્રી શીલચન્દ્રવિજયજી ગણીની પ્રેરણાનુસાર, આ પ્રકાશનમાં આર્થિક સહાય કરવા બદલ વિશ્વનંદીકર વાસુપૂજ્ય વિહાર જૈન રીલીજીયસ ટ્રસ્ટ (અરૂણ સોસાયટી, પાલડી, અમદાવાદ)ના ટ્રસ્ટીગણનો પણ અમે આભાર માનીએ છીએ. પુસ્તકના મુદ્રણાદિ કાર્ય કરી આપવા બદલ નંદન ગ્રાફિક્સના શ્રી હરીન્દ્ર જે. શાહ તથા હેમેન્દ્ર જે. શાહના પણ અમે આભારી છીએ. આશા છે કે અમોને આવા અનેક ગ્રંથોના પ્રકાશન દ્વારા સાહિત્ય જગતની તથા ધર્મની સેવા કરવાનો લાભ સદાય મળતો રહેશે. Jain Education International લિ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર-શિક્ષણનિધિના ટ્રસ્ટીઓ અમદાવાદ. તા.૧૫-૮-૯૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001463
Book TitlePrabandh Chatushtay
Original Sutra AuthorN/A
AuthorRamniklal M Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1994
Total Pages114
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Biography, & Story
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy