________________
(૧૭) તારા વિગેરે મેરુ પર્વતની આસપાસ ફરે છે, ત્યાં છે. રાત્રિ-દિવસ એવા કાળના વિભાગ સૂર્ય'--ચદ્રના પરિભ્રમણના કારણે જ થાય છે. ૧
આઈન્સ્ટાઈન કહે છે, અવકાશમાં રાત્રિ-દિવસ જેવું કશુ જ છે નહીં. જૈન ગ્રંથા કહે છે અઢીદ્વીપની બહાર, જ્યાં સૂર્યાં, ચદ્ર વિગેરે સ્થિર છે. ત્યાં રાત્રિ દિવસ જેવુ કશુ' જ નથી.
આમ છતાં અઢીદ્વીપની બહાર રહેલા જીવે તથા દેવલાક અને નારકીના જીવેાના આયુષ્યની ગણતરી અઢી-દ્વીપમાં થતા રાત્રિ-દિવસ પ્રમાણે થાય છે. તે જ રીતે અવકાશમાં ૮૦ કે ૮૨ દિવસ સુધી રહેનાર અવકાશ યાત્રીના આયુષ્યમાંથી ૮૦ કે ૮૨ દિવસ તે આછા થાય છે જ, પરતુ ત્યાં તેને રાત્રિ-દિવસના અનુભવ થતા નથી, એમ કહેવામાં આવે છે.
દિગમ્બર જૈન ગ્રંથામાં જેમ આકાશ અને કાળને, એક બીજા સાથે સ’પૂર્ણ સકળાયેલા બતાવ્યા છે તેમ આધુનિક ભૌતિકશાસ્ત્રમાં પણ આકાશના એક એક પ્રદેશમાં કાળ સમાયેલે છે એમ સ્વીકારાયું છે. અને આઈન્સ્ટાઇને ત્રિપરિમાણીય દુનિયામાં કાળઅવકાશ (TimeSpace continum) નામનુ` ચેાથું પરિમાણ ઉમેરી આપેલ છે.
વના રૂપ નિશ્ચય કાળ, સમગ્ર લેકમાં-બ્રહ્માંડમાં વ્યાપીને રહે છે. એમ જૈન ગ્રંથા સ્વીકારે છે, કારણ કે તે વત્તના દ્રવ્યના વિવિધ પર્યાય એટલે કે પર્યાયાન્તર સાથે સંબંધ ધરાવે છે. અને જીવ દ્રવ્ય તથા અજીવ એવુ પુદ્ગલ દ્રવ્ય સપૂર્ણ બ્રહ્માંડ એટલે કે ચૌદે રાજલેાકમાં વ્યાપ્ત છે. આ જ વાત આઈન્સ્ટાઈને કાળ-અવકાશ પરિમાણુ (Time SpaceConfinum) દ્વારા સમજાવી છે. એનું સાદુ' ઉદાહરણ આ પ્રમાણે આપી શકાય.
ધારો કે અવકાશમાં ત્ર, 4, ૪ એવા ત્રણ બિંદુએ એક સીધી લીટીમાં છે અને તેઓ વચ્ચે ૩૦ લાખ, ૩૦ લાખ કિ.મી.નું અંતર છે એટલે કે બિંદુથી દ્ર બિંદુથી ૩૦ લાખ કિ.મી. દૂર છે. ત્ર બિંદુથી ૬ બિંદુ ૩૦ લાખ કિ.મી. દૂર છે અર્થાત્ ખિંદુથી TM બિંદુ વચ્ચેનું ૬૦ લાખ કિ.મી. છે.
•← ૩૦ લાખ કિ.મી. →•← ૩૦ લાખ કિ.મી. →
अ
ब
क
હવે ધારા કે ત્ર બિંદુ ઉપર એક પ્રકાશના ઝમકારા થાય છે. આ પ્રકાશના અખકાર ૧૦ સેક’ડ પછી = બિંદુએ દેખાશે. ત્યારે તેના મૂળ ઉગમ રૂપ ત્ર બિંદુ માટે તે પ્રકાશના ઝબકારે ભૂતકાળની ક્રિયા ગણાશે. જ્યારે 7 બિંદુ માટે વર્તમાનકાળ ગણાશે. જ્યારે તે જ ક્રિયા ૬ જિંદુ માટે ભવિષ્યકાળની ક્રિયા ગણાય છે. આમ કાળ એ અવકાશના બિંદુએ વચ્ચેનું અંતર છે એટલે અવકાશમાં ખનતી બધી જ ક્રિયાઓ સાથે તે ક્રિયાના કાળના પણુ ઉલ્લેખ કરવા અનિવાય અને છે, આમ સમય-અવકાશ પરિમાણુ (Time-Space Continum) જેમ આધુનિક ભૌતિકશાસ્ત્રમાં અગત્યનુ પરિમાણુ છે તે જ રીતે પ્રાચીન જૈન ગ્રંથામાં પણ તેનુ ઘણું મહત્ત્વ છે. અને નિશ્ચયકાળના સાપેક્ષ અને નિરપેક્ષ એવા બે વિભાગ કરી, સાપેક્ષ નિશ્ચયકાળમાં તેના સમાવેશ કરી શકાય.
१. सूर्यांश्चन्द्रमसोग्रहनक्षत्र प्रकीर्ण कतारकाच || मेरुप्रदक्षिणानित्यगतयो नृलोके ॥ तत्कृतः कालविभागः ॥ (તત્ત્વાર્થ સૂત્ર, અધ્યાય-૪ સૂત્ર-૨૨ ૨૪,૨,)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org