________________
२४२
શાહ નીલાંજના એસ. આતાપના લેવા આર્યા ગપાલિકાની રજા માંગી. તેમની ના છતાં તે ઉદ્યાનમાં ગઈ અને ત્યાં તેણે દેવદત્તા નામની ગણિકાને પાંચ પર સાથે કામગ ભેગવતી જોઈ. આ દશ્ય જોઈને સુકુમાલિકાએ આવતા ભવમાં આવા કામગ ભેગવવા મળે, એ ઈરછાથી નિયાણું કર્યું. ત્યારબાદ તે સાધ્વી તરીકેના આચારમાં શિથિલ થઈ અને તેથી બીજી સાધ્વીએ તેને અનાદર કરવા લાગી. આથી તે ગોપાલિકા આર્યા પાસેથી નીકળી ગઈ અને સ્વતંત્રપણે વિચરવા લાગી. આમ ઘણાં વર્ષે ચારિત્ર પર્યાયને પાળીને, છેવટે અમાસની સંખના કરીને, ઈશાનક૯૫ નામના બીજા દેવલોકમાં દેવની ગણિકા તરીકે ઉત્પન્ન થઈ ત્યાં અમુક સમય રહીને, કાંપિલ્યપુરના રાજા દ્રુપદને ત્યાં દ્રૌપદી તરીકે જન્મી અને નિયાણાને કારણે પાંચ પતિની પત્ની થઈ૧૫ “જ્ઞાધ”માં સાળમાં અધ્યયનને અંતે તે બાબતને દર્શાવતી ગાથા નીચે પ્રમાણે છે. ૧૬
सुबहु पि तवकिलेसी नियाण होनेण दूसिओ सतो । न सिवाय दोवतीए जह किल सुकुमाजिया जन्मे ॥
“જ્ઞાધ'માં મળતી સુકુમાલિકાની આ કથાનો એક વિશેષ ઉદેશ, દ્રૌપદીના બહુપતિત્વની વિચિત્ર લાગતી હકીકતને, પૂર્વજન્મના ફળ તરીકે દર્શાવીને, આ સમસ્યાનું સમાધાન આપવાને પણ હેઈ શકે.
મ. ભા.”માં પણ આદિપર્વમાં દ્રૌપદીના પૂર્વજન્મ અંગેની બે કથા મળે છે પ્રથમ કથા અનુસાર કેઈ એક ઋષિની રૂપવતી કન્યાઓ વિવાહ યંગ્ય ઉંમરે પતિ ન મળવાથી તપ કરીને શંકરને પ્રસન્ન કર્યા. શંકરે તેને વર માંગવાનું કહેતાં “પતિ આપો, તેવું તેણે પાંચ વાર કહ્ય' તેથી શંકરે તેને કહ્યું કે તે પાંચવાર પતિની માંગણી કરી. તેથી તને પાંચ પતિ મળશે. શંકરના આ વરદાનને લીધે દ્રૌપદી તરીકેના જન્મમાં તે પાંચ પાંડવોને પરણ.૧૭ “મ ભા.ની બીજી કથા પ્રમાણે પાંડવો
એ મૂળ પાંચ ઈન્દ્રો હતા અને દ્રૌપદી એ તેમની લક્ષમી હતી, જેને શિવે તેમની ભાર્યા તરીકે નિમી હતી. ૧૮
મ. ભા.” માં મળતી દ્રૌપદીના પૂર્વજન્મને લગતી આ બંને * નિયાણું અથવા નિદાન. એટલે કોઈ વ્રતાનુષ્ઠાનની ફલપ્રાપ્તિને
અભિલાષસંકલ્પ વિશેષ. મરણ પૂર્વે પિતાની આ જન્મની અપૂર્ણ ઈચ્છા બીજા જન્મમાં પૂરી કરવા માટે સામાન્ય રીતે નિદાન કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org