SearchBrowseAboutContactDonate
Page Preview
Page 976
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ પ નરકગતિ–જે ગતિમાં જીવાને અતિશય ત્રાસ છે, તેવી સાત નરક છે : રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, શંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા, તથા મહાતમપ્રભા (તમતમપ્રભા). (તત્ત્વાર્થસૂત્ર) નરગતિ–મનુષ્યતિ.. નવઅનુદેિશ-દિગંબર જૈન શાસ્ત્રોમાં ઊર્ધ્વલાકમાં નવગ્રં વેયિકની ઉપર નવ વિમાન બીજાં માનેલાં છે. તેમાં સભ્યદૃષ્ટિ જ જન્મ ધારણ કરે છે. તથા ત્યાંથી આવીને જીવ ઉત્કૃષ્ટ બે ભવ ધારણ કરીને માક્ષે જાય છે. નવકારમંત્ર–જૈનાના અત્યંત માન્ય મંત્ર— “નમો અરિહંતાણં, નમેા સિદ્ધાણં, નમે આયરિયાણં, નમે. ઉવજ્ઝાયાણં, નમેલાએ સવ્વસાહૂણં આ નવકાર મંત્ર છે. જુઓ મેાક્ષમાળા '' પાઠ ૩૫. નવકૈવલલબ્ધિ-ચાર ઘનઘાતી કર્મના ક્ષય થવાથી કેવળી ભગવાનને ૯ વિશેષ ગુણા પ્રગટે છે. જેમ કે અનંતજ્ઞાન, અનંતદર્શન, ક્ષાયિકસમ્યક્ત્વ, ક્ષાયિકચારિત્ર, અનંતદાન, અનંતલાભ, અનંતભાગ, અનંત ઉપભાગ, અનંતવીર્ય. (સર્વાર્થસિદ્ધિ અ. ૨) નવગ્રેવેયિ—સ્વર્ગોની ઉપર નવÅવેયિકોની રચના છે. ત્યાં બધા અહમિન્દ્રો હોય, તે વિમાનાનાં નામ આ પ્રમાણે છે : સુદર્શન, અમેઘ, સુપ્રબુદ્ધ, યશેાધર, સુભદ્ર, સુવિશાલ, સુમનસ, સૌમનસ, પ્રીતિકર ( ત્રિલેાકસાર ), નવતત્ત્વ-જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મેાક્ષ, પાપ તથા પુણ્ય. આ નવ તત્ત્વ છે. (નવતત્ત્વ) નવનિધિ-ચક્રવર્તી નવનિધિના સ્વામી હોય છે. તે નવનિધિ આ પ્રમાણે છે : કાલિનિધ, મહાકાલનિધિ, પાંડુનિધિ, માણવકનિધિ, શંખનિધિ, નૈસર્પનિધિ, પદ્મનિધિ, પિંગલનિધિ અને રત્નનિધિ. નવ નાકષાય–અલ્પ કષાયને નાકષાય કહે છે. તે નાકષાયો નવ પ્રકારના છે : હાસ્ય, રતિ, અરિત, શાક, ભય, જુગુપ્સા, સ્રવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ. ૮૮૭ નવપદ-અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર તથા તપ. નાભિનંદન-નાભિરાજાના પુત્ર, ભગવાન ઋષભદેવ. નારાયણુ–પરમાત્મા; શ્રીકૃષ્ણ. નાસ્તિ1- અભાવ. નાસ્તિક-આત્માદિ પદાર્થોને ન માનનાર. નિકાચિત કર્મ—જે કર્મમાં સંક્રમણ, ઉદીરણા, ઉત્કર્ષણ, અપકર્ષણ આદિ વડે ફેરફાર ન થાય, પણ સમય પર જ ઉદય આવે. નિગાદ–એક શરીરમાં અનંતા જીવ હોય તે અનંતકાય. નિજ છદ્મ-પોતાની મરજી પ્રમાણે ચાલવું. નિદાન-ધર્મ કરીને આવતા ભવ માટે સુખની અભિલાષા કરવી; કારણ. Jain Education International નિદિધ્યાસન–અખંડ ચિંતવન. નિબંધન—બાંધેલું. નિયતિ-નિયમ; ભાગ્ય; જે થવાનું છે તે. નિરંજન—કર્મકાલિમા રહિત, નિરુપક્રમ આયુષ−જે આયુષ તૂટે નહીં એવું; નિકાચિત આયુ. નિગ્રંથ-સાધુ, જેની માહની ગાંઠ છૂટી છે. નિર્દેશિની–સાધ્વી. નિર્જરા-અંશે અંશે કર્માનું આત્માથી છૂટા પડવું. નિર્યુક્તિ- શબ્દની સાથે અર્થને જોડનાર; ટીકા. નિર્વાણ-આત્માની શુદ્ધ અવસ્થા; મેાક્ષ. નિર્વિકલ્પ–નિરાકાર દર્શનાપયોગ; ઉપયોગની સ્થિરતા; વિકલ્પાના અભાવ. નિર્વિચિકિત્સા–સમ્યગ્દર્શનનું ત્રીજું અંગ છે; મહા ત્માઓના મિલન શરીર દેખીને દુગંછા ન કરવી. નિર્વેદ-સંસારથી વૈરાગ્ય પામવા. નિવૈદ્યની કથા—જે કથામાં વૈરાગ્ય રસની પ્રધાનતા હાય તેવી કથા. નિશ્ચયનય-શુદ્ધ વસ્તુને પ્રતિપાદન કરનાર. નિહાર–શૌચ; મલત્યાગ. નૈકી-ઈમાનદારી; ભલાઈ. નેપથ્ય– નાટકના પડદાની પાછળ; અંતર. નૈષ્ઠિક–શ્રદ્ધાવાન. નૌતમ—નવીન (નવતમ ). For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy