________________
3
આ વિષે પૂ. શ્રી બ્રહ્મચારીજી બોઘામૃત ભાગ-૩ પત્રાંક ૯૮૦માં જણાવે છે કે :–
“પ. પૂ. પ્રભુશ્રીજીએ જે કાર્યક્રમ આશ્રમ માટે ગોઠવ્યો છે તે બહુ દીર્ઘદૃષ્ટિ વાપરી ચોક્કસ કર્યો છે. તેમાં ૨સ ન આવે તેટલી જીવને મુમુક્ષુતાની ખામી છે. પોતાની કલ્પનાએ પ્રવર્તવામાં આવે તેમાં તેને કંઈક રસ જણાય, પણ સ્વચ્છંદ પોષાય છે અને તે સંસારનું કારણ એમ વિચારી જ્ઞાનીપુરુષને માર્ગે મનને વાળવું એ જ હિતકારી છે. ન માને તો મનને હઠ કરી ક્રમમાં જોડવું હિતકર છે.”
પ. પૂ. પ્રભુશ્રીજીએ પોતાના દેહોત્સર્ગના થોડા દિવસ અગાઉ સં. ૧૯૯૨ના ચૈત્ર સુદ પના પવિત્ર દિવસે આ આજ્ઞામાર્ગની સોંપણી પૂ. શ્રી બ્રહ્મચારીજીને કરી હતી. પૂ. શ્રી બ્રહ્મચારીજીના દેહોત્સર્ગ બાદ, પરમકૃપાળુદેવની પ્રત્યક્ષ આજ્ઞાથી કોઈ વંચિત રહે નહીં અને આજે પણ મુમુક્ષુજીવો તે આજ્ઞા માન્ય કરી આરાધી શકે તેવા શુભ આશયથી, જે સ્થાનેથી પ. પૂ. પ્રભુશ્રીજી તથા પૂ. શ્રી બ્રહ્મચારીજી આજ્ઞા આપતા તે શ્રી રાજમંદિર તરીકે ઓળખાતા ધર્મસ્થાને એ નિત્યનિયમની આજ્ઞા તથા સ્મરણમંત્ર વિષે સમજણ આપતો પ્રભુશ્રીજીના ઉપદેશબોઘ સાથે એક શિલાલેખ મૂકવામાં આવ્યો છે. આ શિલાલેખમાં બતાવ્યા પ્રમાણે આજે પણ ઘણા સત્સાઘકો “સંતના (પ્રભુશ્રીજીના) કહેવાથી મારે પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય છે’' એવી ભાવના કરી એ સ્થાનેથી પરમકૃપાળુદેવની પ્રત્યક્ષ આજ્ઞા શ્રદ્ધાપૂર્વક માન્ય કરી, આરાધવાનો નિયમ લે છે.
આશ્રમમાં સાત વ્યસન, સાત અભક્ષ્ય, કંદમૂળ, રાત્રીભોજનનો સર્વથા ત્યાગ રાખવો. બ્રહ્મચર્યપાલન આશ્રમમાં આવનાર અને રહેનાર માટે અનિવાર્ય અને આવશ્યક છે. આશ્રમનો એ મૂળભૂત પાયો છે.
આ આશ્રમ સંબંઘી પ્રભુશ્રીજીએ આવા ઉદ્ગાર કાઢ્યા છે
--:
“આ આશ્રમ કેવું છે જાણો છો? દેવસ્થાનક છે. અહીં જેણે આવવું તેણે લૌકિકભાવ બહાર, દરવાજા બહાર મૂકીને આવવું. અહીં આત્માનું યોગબળ પ્રવર્તે છે.’
“આ આશ્રમમાં કૃપાળુદેવની આણ વર્તે છે. તે મહાન, અદ્ભુત જ્ઞાની છે. આ પુણ્યભૂમિનું માહાત્મ્ય જુદું જ છે. અહીં રહેનારા જીવો પણ પુણ્યશાળી છે.”
આશ્રમમાં મુમુક્ષુઓને રહેવા અને જમવાની સારી વ્યવસ્થા છે. પર્વના દિવસોમાં હજારોની સંખ્યામાં મુમુક્ષુઓ આવી લાભ લે છે.
આશ્રમના પુસ્તક વેચાણ વિભાગમાં આશ્રમથી પ્રકાશિત થયેલા ૧૨૦ થી વધારે પ્રકાશનોનું વેચાણ થાય છે જેમાં શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ હસ્તક ચાલતી શ્રીમદ્રાજચંદ્રજૈનશાસ્ત્રમાળાના નામે પ્રકાશિત થયેલા શાસ્ત્રોનો સમાવેશ થાય છે. (પુસ્તક સૂચિ આ પુસ્તકમાં અન્ય સ્થળે આપેલ છે.)
Jain Education International
વહીવટી કાર્યાલયની ઉપર પહેલે માળે નમૂનેદાર જૈન સાહિત્ય સંગ્રહ સ્થાન છે જ્યાં ૫૦૦થી વધુ શાસ્ત્રોનો સંગ્રહ છે જેમાં ઘણાં શાસ્ત્રો હસ્તલિખિત છે. આ શાસ્ત્રો વધારે સમય ટકે તે માટે એ બધાને લેમીનેટ કરી વ્યવસ્થિત રીતે રાખવામાં આવ્યા છે.
આ આશ્રમનું સંચાલન સંવત્ ૧૯૮૦ના ચૈત્ર સુદ ૫, તા. ૯-૪-૧૯૨૪ના રોજ ૫. ઉ. પ. પૂ.
For Private & Personal Use Only
www.jainelibrary.org