________________
શ્રીમદ્ રાજચંદ્ર
પૂર્વકાળમાં જીવા આરાધક અને સંસ્કારી હતા, તથારૂપ સત્સંગના જોગ હતા, તેમ સત્સંગનું માહાત્મ્ય વિસર્જન થયેલું નહાતું, અનુક્રમે ચાલ્યું આવતું હતું તેથી તે કાળમાં તે સંસ્કારી જીવાને સપુરુષનું આળખાણુ થતું.
૬૮૬
આ કાળમાં સત્પુરુષનું દુર્લભપણું હાવાથી, ઘણા કાળ થયાં સત્પુરુષના માર્ગ, માહાત્મ્ય અને વિનય ઘસાઈ ગયાં જેવાં થઈ ગયાં હોવાથી અને પૂર્વના આરાધક જીવા ઓછા હેાવાથી જીવને સત્પુરુષનું ઓળખાણુ તત્કાળ થતું નથી. ઘણા જીવા તો સત્પુર્ષનું સ્વરૂપ પણ સમજતા નથી. કાં તો છકાયના રક્ષપાળ સાધુને, કાં તે શાસ્ત્રો ભણ્યા હોય તેને, કાં તે કોઈ ત્યાગી હોય તેને અને કાં તે ડાહ્યો હોય તેને સત્પુરુષ માને છે, પણ તે યથાર્થ નથી.
સત્પુરુષનું ખરેખરું સ્વરૂપ જાણવું જરૂરનું છે. મધ્યમ સત્પુરુષ હોય તે વખતે થાડા કાળે તેમનું એળખાણ થવું સંભવે, કારણ કે જીવની મરજી અનુકૂળ તે વર્તે, સહજ વાતચીત કરે અને આવકારભાવ રાખે તેથી જીવને પ્રીતિ થવાનું કારણ અને. પણ ઉત્કૃષ્ટ સત્પુરુષને તે તેવી ભાવના હોય નહીં અર્થાત્ નિસ્પૃહતા હોવાથી તેવા ભાવ રાખે નહીં, તેથી કાં તો જીવ અટકી જાય અથવા મૂંઝાય અથવા તેનું થવું હાય તે થાય.
જેમ બને તેમ સવૃત્તિ અને સદાચાર સેવવાં. જ્ઞાની પુરુષ કાંઈ વ્રત આપે નહીં અર્થાત્ જ્યારે પ્રગટ માર્ગ કહે અને વ્રત આપવાનું જણાવે ત્યારે વ્રત અંગીકાર કરવાં. પણ ત્યાં સુધી યથાશક્તિ સત અને સદાચાર સેવવા એમાં સદાય જ્ઞાની પુરુષની આજ્ઞા છે. દંભ, અહંકાર, આગ્રહ, કંઈ પણ કામના, ફળની ઈચ્છા અને લેાકને દેખાડવાની બુદ્ધિ એ સઘળા દોષો છે તેથી રહિત વ્રતાદિ સેવવાં. તેને કોઈ પણ સંપ્રદાય કે મતનાં વ્રત, પચ્ચખાણ આદિ સાથે સરખાવવાં નહીં, કારણ કે લેકે જે વ્રત, પચ્ચખાણુ આદિ કરે છે તેમાં ઉપર જણાવેલા દોષો હેાય છે. આપણે તે તે દાષાથી રહિત અને આત્મવિચારને અર્થે કરવાં છે, માટે તેની સાથે કદી પણ સરખાવવાં નહીં.
ઉપર કહ્યા તે દોષો વર્જીને, ઉત્તમ પ્રકારે સવૃત્તિ અને સદાચાર સર્વેએ સેવવાં. નિર્દેલપણું, નિરહંકારપણે અને નિષ્કામપણે જે સવ્રત કરે છે તે દેખીને આડોશીપાડોશી અને બીજા લોકોને પણ તે અંગીકાર કરવાનું ભાન થાય છે. જે કંઈ સત કરવાં તે લેાકેાને દેખાડવા અર્થે નહીં પણ માત્ર પોતાના હિતને અર્થે કરવાં, નિર્દેભપણે થવાથી લેાકામાં તેની
અસર તરત થાય છે.
કોઈ પણ દંભપણે દાળમાં ઉપર મીઠું ન લેતા હોય અને કહે કે હું ઉપર કાંઇ લેતા નથી. શું નથી ચાલતું ? એથી શું ?' એથી કાંઇ લેાકમાં અસર થાય નહીં. અને ઊલટું કર્યું હાય તે બંધાવા માટે થાય. માટે તેમ ન કરતાં નિર્દેભપણે અને ઉપરનાં દૂષણા વર્જીને વ્રતાદિ કરવાં.
પણ
પ્રતિદિન નિયમપૂર્વક આચારાંગાદિ વાંચવાનું રાખવું. આજે એક વાંચ્યું અને કાલે ખીજું વાંચ્યું એમ ન કરતાં ક્રમપૂર્વક એક શાસ્ત્ર પૂરું કરવું. આચારાંગ સૂત્રમાં કેટલાક આશય ગંભીર છે, સૂયગડાંગમાં પણ ગંભીર છે, ઉત્તરાધ્યયનમાં પણ કોઈક કોઈક સ્થળે ગંભીર છે. દશવૈકાલિક સુગમ છે. આચારાંગમાં કોઇક સ્થળે સુગમ છે પણ ગંભીર છે, સૂયગડાંગ કોઈક સ્થળે સુગમ છે, ઉત્તરાધ્યયનમાં કોઇક જગ્યાએ સુગમ છે; તેા નિયમપૂર્વક વાંચવાં. યથાશક્તિ ઉપયેગ દઈ ઊંડા ઊતરી વિચારવાનું બને તેટલું કરવું.
દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ અને ધર્મ કેવળીના પ્રરૂપેલા, એ ત્રણેની શ્રદ્ધાને જૈનમાં સમ્યક્ત્વ કહ્યું છે. માત્ર ગુરુ અસત્ હાવાથી દેવ અને ધર્મનું ભાન નહતું. સદ્ગુરુ મળવાથી તે દેવ અને ધર્મનું ભાન થયું. તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યક્ત્વ. જેટલી જેટલી આસ્થા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org