________________
૬૫૨
શ્રીમદ્ રાજચંદ્ર મનુષ્યપણું, આર્યતા, જ્ઞાનીનાં વચનનું શ્રવણ, તે પ્રત્યે આસ્તિકયપણું, સંયમ, તે પ્રત્યે વીર્યપ્રવૃત્તિ, પ્રતિકૂળ ગેએ પણ સ્થિતિ, અંતપર્યંત સંપૂર્ણ માર્ગરૂપ સમુદ્ર તરી જે એ ઉત્તરોત્તર દુર્લભ અને અત્યંત કઠણ છે, એ નિઃસંદેહ છે.
શરીરપ્રકૃતિ ક્વચિત ઠીક જોવામાં આવે છે, ક્વચિત્ તેથી વિપરીત જોવામાં આવે છે, કાંઈક અશાતા–મુખ્યપણું હમણાં જોવામાં આવે છે.
શાંતિઃ
૭૫
વવાણિયા, જયેષ્ટ વદિ ૦)), બુધ, ૧૯૫૬
ચક્રવતીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેને એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એ આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા વેગ સંપ્રાપ્ત છતાં જે જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તે આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર છે!
જેમણે પ્રમાદને જય કર્યો તેમણે પરમ પદને જય કર્યો. પત્ર સંપ્રાપ્ત થયું.
શરીરપ્રકૃતિ અમુક દિવસ સ્વસ્થ રહે છે અને અમુક દિવસ અસ્વસ્થ રહે છે. એગ્ય સ્વસ્થતા પ્રત્યે હજુ ગમન કરતી નથી તથાપિ અવિક્ષેપતા કર્તવ્ય છે. શરીરપ્રકૃતિને અનુકૂળ પ્રતિકૂળપણને આધીન ઉપગ અકર્તવ્ય છે.
શાંતિઃ
૯૩૬ વવાણિયા, જયેષ્ઠ વદ ૦)), ૧૯૫૬ ચિતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણિને ચિંતામણિ કહ્યો છે, એ જ આ મનુષ્યદેહ છે કે જે દેહમાં, યુગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તે પાર પડે છે. - અચિંત્ય જેનું માહાસ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તે આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે.
૯૭
વવાણિયા, અસાડ સુદ ૧, ગુરુ, ૧૫૬
પરમકૃપાળુ મુનિવરેને નમસ્કાર સંપ્રાપ્ત થાય. નડિયાદથી લખાયેલું પત્ર આજે અત્ર સંપ્રાપ્ત થયું.
જ્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિની અનુકૂળતા દેખાતી હોય ત્યાં ચાતુર્માસ કરવામાં વિક્ષેપ આર્ય પુરુષને હેતે નથી. બીજા ક્ષેત્ર કરતાં બોરસદ અનુકૂળ જણાય તે ત્યાં ચાતુર્માસની સ્થિતિ કર્તવ્ય છે.
બે વખત ઉપદેશ અને એક વખત આહારગ્રહણ તથા નિદ્રાસમય વિના બાકીને અવકાશ મુખ્યપણે આત્મવિચારમાં, “પદ્મનંદી આદિ શાસ્ત્રાવલોકનમાં અને આત્મધ્યાનમાં વ્યતીત કરવા
ગ્ય છે. કેઈ બાઈ ભાઈ કયારેક કંઈ પ્રશ્નાદિ કરે તે તેનું ઘટતું સમાધાન કરવું, કે જેમ તેને આત્મા શાંત થાય. અશુદ્ધ ક્રિયાના નિષેધક વચને ઉપદેશરૂપે ન પ્રવર્તાવતાં શુદ્ધ ક્રિયામાં જેમ લેકેની રુચિ વધે તેમ ક્રિયા કરાવ્યું જવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org