________________
શ્રીમદ્ રાજચંદ્ર
૯૧૧ અષ્ટપ્રાભૂતના ૧૧૫ પાનાં સંપ્રાપ્ત થયાં. સ્વામી વર્ધમાન જન્મતિથિ.
૯૧ર
ધર્મપુર, ચૈત્ર સુદ ૧૩, ૧૫૬
શાંતિ ધર્મપુર, ચૈત્ર વદ ૧, રવિ, ૧૯૫૬
ધન્ય તે મુનિવર ચાલે સમભાવે રે, જ્ઞાનવંત જ્ઞાનીશું મળતાં તનમનવચને સાચા, દ્રવ્યભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા રે.
ધન્ય તે મુનિવર, જે ચાલે સમભાવે રે.” પત્ર સંપ્રાપ્ત થયાં હતાં. એક પખવાડિયા થયાં અત્ર સ્થિતિ છે.
શ્રી દેવકર્ણાદિ આને નમસ્કાર પ્રાપ્ત થાય. સાણંદ અને અમદાવાદનાં ચાતુર્માસની વૃત્તિ ઉપશાંત કરવા યોગ્ય છે અને એમ જ શ્રેયસ્કર છે.
ખેડાની અનુકૂળતા ન હોય તે બીજાં ગ્ય ક્ષેત્ર ઘણું સંપ્રાપ્ત થવા યોગ્ય છે. હાલ તેમનાથી - અનુકૂળતા રહે એમ કર્તવ્ય છે. બાહ્ય અને અંતર સમાધિયોગ વર્તે છે.
परमशांतिः
૯૧૩ ધર્મપુર, ચૈત્ર - ૪, બુધ, ૧૯૫૬ પત્ર સંપ્રાપ્ત થયું. અત્ર સમાધિ છે.
અકસ્માત શારીરિક અશાતાને ઉદય થયે છે અને તે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવામાં હતું, અને તેથી સંતોષ પ્રાપ્ત થયું હતું.
સમસ્ત સંસારી જીવે કર્મવશાત્ શાતા-અશાતાને ઉદય અનુભવ્યા જ કરે છે. જેમાં મુખ્યપણે તે અશાતાને જ ઉદય અનુભવાય છે. ક્વચિત્ અથવા કેઈક દેહસંગમાં શાતાને ઉદય અધિક અનુભવાત જણાય છે, પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતે હોય છેપૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચનગ ધરાવતા નથી, તેવી અનંત અને અશાતા આ જીવે ભેગવી છે, અને જે હજુ તેનાં કારણે નાશ કરવામાં ન આવે તે જોગવવી પડે એ સુનિશ્ચિત છે, એમ જાણી વિચારવાનો ઉત્તમ પુરુષે તે અંતરદાહરૂ૫ શાતા અને બાહ્યાવ્યંતર સંક્લેશઅગ્નિરૂપે પ્રજ્વલિત એવી અશાતાને આત્યંતિક વિયાગ કરવાને માર્ગ ગષવા તત્પર થયા, અને તે સન્માર્ગ ગવેષી, પ્રતીત કરી, તેને યથાશ્યપણે આરાધી, અવ્યાબાધ સુખસ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા.
શાતા-અશાતાને ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાનાં મૂળ કારણેને ગવેષતા એવા તે મહત પરને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્યક વૃત્તિ ઉદ્દભવતી કે શાતા કરતાં અશાતાને ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું, અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતે.
કેટલાક કારણવિશેષને વેગે વ્યવહારદ્રષ્ટિથી ગ્રહણ કરવા યેચ ઔષધાદિ આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org