SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૩૩ મું ૮૭ મોહમયી ક્ષેત્ર, કારતક સુદ પ(જ્ઞાનપંચમી) સં. ૧૯૫૬ પરમ શાંત મૃતનું મનન નિત્ય નિયમપૂર્વક કર્તવ્ય છે. શાંતિઃ ૮૯૮ મુંબઈ, કારતક સુદ ૫, બુધ, ૧૫૬ આ પ્રવૃત્તિ વ્યવહાર એ છે કે જેમાં વૃત્તિનું યથાશાંતપણું રાખવું એ અસંભવિત જેવું છે. કોઈ વિરલા જ્ઞાની એમાં શાંત સ્વરૂપનૈષ્ટિક રહી શકતા હોય એટલું બહુ દુર્ઘટતાથી બને એવું છે. તેમાં અલ્પ અથવા સામાન્ય મુમુક્ષુવૃત્તિના જીવ શાંત રહી શકે, સ્વરૂપનૈષ્ઠિક રહી શકે એમ યથારૂપ નહીં પણ અમુક અંશે થવાને અર્થે જે કલ્યાણરૂપ અવલંબનની આવશ્યકતા છે, તે સમજાવાં. પ્રતીત થવાં અને અમુક સ્વભાવથી આત્મામાં સ્થિત થવાં કઠણ છે. જે તે કઈ પેગ બને તે અને જીવ શુદ્ધ નૈષિક થાય તે, શાંતિને માર્ગ પ્રાપ્ત થાય એમ નિશ્ચય છે. પ્રમત્ત સ્વભાવનો જય કરવાને અર્થે પ્રયત્ન કરવું યોગ્ય છે. આ સંસારરણભૂમિકામાં દુષમકાળરૂપ ગ્રીષ્મના ઉદયને વેગ ન વેદે એવી સ્થિતિને વિરલ જીવે અભ્યાસ કરે છે. ૮૯ મેહમયી, કાર્તિક સુદ ૫, બુધ, ૧૫૬ સર્વ સાવધ આરંભની નિવૃત્તિપૂર્વક બે ઘડી અર્ધ પ્રહર પર્યંત સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા આદિ ગ્રંથની પ્રત કરવાને નિત્યનિયમ એગ્ય છે. (ચાર માસ પર્યત.) મેહમયી, કારતક સુદ ૫, ૧૫૬ અવિરોધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે, અને એ સર્વના ઉપકારને માર્ગ સંભવે છે. ભિન્નતા માની લઈ પ્રવૃત્તિ કરવાથી જીવ ઊલટો ચાલે છે. અભિન્નતા છે, એકતા છે એમાં સહજ સમજવાફેરથી ભિન્નતા માને છે એમ તે જીવને શિખામણ પ્રાપ્ત થાય તે સન્મુખવૃત્તિ થવા યોગ્ય છે. જ્યાં સુધી અન્ય એકતા વ્યવહાર રહે ત્યાં સુધી સર્વથા કર્તવ્ય છે. ૯૦૧ મુંબઈ, કારતક સુદ ૧૫, ૧૯૫૬ “ગુરુ ગણધર ગુણધર અધિક, પ્રચુર પરંપર ઔર; _વ્રતતપધર, તનુ નગાધર, વંદો વૃષસિરર.” જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપવિભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી. અનંત અવ્યાબાધ સુખને એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠે છે. ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે છે, જયવંત છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy