________________
શ્રીમદ્ રાજચંદ્ર
સંસાર અવસ્થામાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યાગ ઉત્તરાત્તર
બંધનાં સ્થાનક છે.
સિદ્ધાત્મા {
સિદ્ધાવસ્થામાં ચેાગના પણ અભાવ છે. માત્ર ચૈતન્યસ્વરૂપ આત્મદ્રવ્ય સિદ્ધપદ છે. વિભાવ પરિણામ ‘ભાવકર્મ' છે. પુદ્ગલસંબંધ ‘દ્રવ્યકર્મ' છે.
૫૮૪
સંસારી જીવ
[અપૂર્ણ ]
૭૬૧
સં. ૧૯૫૩
જ્ઞાનાવરણીયાદિ કર્મને ચેાગ્ય જે પુદ્ગલ ગ્રહણ થાય છે તે દ્રવ્યાસવ’ જાણવા. જિનભગવાને તે અનેક ભેદથી કહ્યો છે.
જીવ જે પરિણામથી કર્મના બંધ કરે છે તે ‘ભાવબંધ’. કર્મપ્રદેશ, પરમાણુએ અને જીવના અન્યાન્ય પ્રવેશરૂપે સંબંધ થવા તે ‘દ્રવ્યમંધ’.
પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એમ ચાર પ્રકારના બંધ છે. પ્રકૃતિ અને પ્રદેશબંધ યાગથી થાય છે; સ્થિતિ તથા અનુભાગમંધ કષાયથી થાય છે.
આસવને રીકી શકે એવા ચૈતન્યસ્વભાવ તે ‘ભાવસંવર’ અને તેથી દ્રવ્યાસવને રશકે તે ‘દ્રવ્યસંવર’ બીજો છે.
વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા અને પરિષદ્ધજય તથા ચારિત્રના ઘણા પ્રકાર તે ભાવસંવર'ના વિશેષ જાણવા.
જે ભાવ વડે, તપશ્ચર્યાએ કરીને કે યથાકાળે કર્મના પુદ્ગલ રસ ભોગવાઈ જઈ ખરી પડે છે, તે ‘ભાવનિર્જરા’. તે પુદ્ગલપરમાણુઓનું આત્મપ્રદેશથી ખરી પડવું તે ‘દ્રવ્યનિર્જરા’,
સર્વ કર્મને ક્ષય થવારૂપ આત્મસ્વભાવ તે ‘ભાવમાક્ષ’. કર્મવર્ગણાથી આત્મદ્રવ્યનું જુદું થઈ જવું તે ‘દ્રવ્યમાક્ષ'.
શુભ અને અશુભ ભાવને લીધે પુણ્ય અને પાપ જીવને હાય છે. શાતા, શુભાયુષ, શુભનામ અને ઉચ્ચ ગાત્રને હેતુ ‘પુણ્ય’ છે. ‘પાપથી તેથી વિપરીત થાય છે.
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર મેાક્ષનાં કારણ છે. વ્યવહારનયથી તે ત્રણે છે. નિશ્ચય'થી આત્મા એ ત્રણેમય છે.
આત્માને છોડીને એ ત્રણે રત્ન બીજા કોઈ પણ દ્રવ્યમાં વર્તતાં નથી, તેટલા માટે આત્મા એ ત્રણેમય છે; અને તેથી મેાક્ષકાર પણ આત્મા જ છે.
જીવાદિ તત્ત્વના પ્રત્યે આસ્થારૂપ આત્મસ્વભાવ તે ‘સમ્યગ્દર્શન’; જેથી માઠા આગ્રહથી રહિત ‘સમ્યજ્ઞાન’ થાય છે.
સંશય, વિપર્યય અને ભ્રાંતિથી રહિત આત્મસ્વરૂપ અને પરસ્વરૂપને યથાર્થપણે ગ્રહણ કરી શકે તે ‘સમ્યજ્ઞાન’, સાકારાપયેાગરૂપ છે. તેના ઘણા ભેદ છે.
ભાવેનું સામાન્ય સ્વરૂપ જે ઉપયાગ ગ્રહણ કરી શકે તે ‘દર્શન', એમ આગમમાં કહ્યું છે. દર્શન' શબ્દ શ્રદ્ધાના અર્થમાં પણ વપરાય છે.
છદ્મસ્થને પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે. કેવળી ભગવાનને અન્ને સાથે થાય છે. અશુભભાવથી નિવૃત્તિ અને શુભભાવમાં પ્રવૃત્તિ તે ચારિત્ર’. વ્યવહારનયથી તે ચારિત્ર ત્રત, સમિતિ, ગુપ્તિ રૂપે શ્રી વીતરાગાએ કહ્યું છે.
સંસારના મૂળ હેતુઓના વિશેષ નાશ કરવાને અર્થે બાહ્ય અને અંતરંગ ક્રિયાના જ્ઞાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org