________________
શ્રીમદ્ રાજચંદ્ર
અત્યંતરદશાનાં ચિહ્ન તે મહાત્માઓનાં પ્રવૃત્તિલક્ષણથી નિીત કરી શકાય; જોકે પ્રવૃત્તિલક્ષણ કરતાં અત્યંતરદશા વિષેને નિશ્ચય અન્ય પણ નીકળે છે. કોઈ એક શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુને તેવી અત્યંતરદશાની પરીક્ષા આવે છે.
૫૭૮
એવા મહાત્માઓના સમાગમ અને વિનયની શી જરૂર ? ગમે તેવા પુરુષ હાય પણ સારી રીતે શાસ્ત્ર વાંચી સંભળાવે તેવા પુરુષથી જીવ કલ્યાણના યથાર્થ માર્ગ શા માટે ન પામી શકે ? એવી આશંકાનું સમાધાન કરવામાં આવે છે:
એવા મહાત્માપુરુષને યાગ બહુ બહુ દુર્લભ છે. સારા દેશકાળમાં પણ એવા મહાત્માના યેગ દુર્લભ છે; તેા આવા દુઃખમુખ્ય કાળમાં તેમ હાય એમાં કંઈ કહેવું રહેતું નથી. કહ્યું છે કે,
યદિપે તેવા મહાત્માપુરુષના ક્વચિત્ યાગ બને છે, તો પણ શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ હોય તે તે અપૂર્વ ગુણને તેવા મુહૂર્તમાત્રના સમાગમમાં પ્રાપ્ત કરી શકે છે. જેવા મહાત્માપુરુષના વચનપ્રતાપથી મુહૂર્તમાત્રમાં ચક્રવર્તીએ પોતાનું રાજપાટ છેડી ભયંકર વનમાં તપશ્ચર્યા કરવાને ચાલી નીકળતા હતા, તેવા મહાત્માપુરુષના યાગથી અપૂર્વ ગુણુ કેમ પ્રાપ્ત ન થાય ?
સારા દેશકાળમાં પણ ક્વચિત્ તેવા મહાત્માના યાગ બની આવે છે, કેમકે તેઓ અપ્રતિબદ્ધ વિહારી હેાય છે. ત્યારે એવા પુરુષને નિત્ય સંગ રહી શકે તેમ શી રીતે બની શકે કે જેથી મુમુક્ષુ જીવ સર્વ દુ:ખ ક્ષય કરવાનાં અનન્ય કારણાને પૂર્ણપણે ઉપાસી શકે? તેના માર્ગ આ પ્રમાણે ભગવાન જિને અવલેાયો છે :
નિત્ય તેમના સમાગમમાં આજ્ઞાધીનપણે વર્તવું જોઇએ, અને તે માટે માહ્યાવ્યંતર પરિગ્રહાદિ ત્યાગ જ યાગ્ય છે.
જેએ સર્વથા તેવા ત્યાગ કરવાને સમર્થ નથી, તેમણે આ પ્રમાણે દેશત્યાગપૂર્વક કરવું યાગ્ય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે ઉપદેશ્યું છે :
તે મહાત્માપુરુષના ગુણાતિશયપણાથી, સમ્યક્ચરણથી, પરમજ્ઞાનથી, પરમશાંતિથી, પરમનિવૃત્તિથી મુમુક્ષુ જીવની અશુભ વૃત્તિ પરાવર્તન થઈ શુભસ્વભાવને પામી સ્વરૂપ પ્રત્યે વળતી
જાય છે.
તે પુરુષનાં વચને આગમસ્વરૂપ છે, તે પણ વારંવાર પોતાથી વચનયેાગની પ્રવૃત્તિ ન થાય તેથી, તથા નિરંતર સમાગમના યાગ ન બને તેથી, તથા તે વચનનું શ્રવણુ તાત્કૃશ સ્મરણમાં ન રહે તેથી, તેમ જ કેટલાક ભાવેાનું સ્વરૂપ જાણવામાં પરાવર્તનની જરૂર હોય છે તેથી, અને અનુપ્રેક્ષાનું ખળ વૃદ્ધિ પામવાને અર્થે વીતરાગશ્રુત, વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે; જોકે તેવા મહાત્માપુરુષ દ્વારા જ પ્રથમ તેનું રહસ્ય જાણવું જોઈએ, પછી વિશુદ્ધ દૃષ્ટિ થયે મહાત્માના સમાગમના અંતરાયમાં પણ તે શ્રુત બળવાન ઉપકાર કરે છે, અથવા જ્યાં કેવળ તેવા મહાત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org