________________
વર્ષ ર૦ મું
૪૮૯ ૬૫૫ મુંબઈ, કારતક વદ ૮, રવિ, ૧૯૫૨ નિશદિન નૈનમેં નીંદ ન આવે, નર તબહિ નારાયન પાવે.
- શ્રી સુંદરદાસજી
૫૬ મુંબઈ, માગશર સુદ ૧૦, મંગળવાર, ૧૯૫૨ શ્રી ત્રિભવનની સાથે તમારાં પ્રથમ પત્રો મળ્યાં હતાં એટલું જણાવ્યું હતું. તે પત્રો આદિથી વર્તતી દશા જાણીને તે દશાની વિશેષતાર્થે સંક્ષેપમાં કહ્યું હતું.
જે જે પ્રકારે પરદ્રવ્ય(વસ્તુ)નાં કાર્યનું સંક્ષેપપણું થાય, નિજ દોષ જેવાને દ્રઢ લક્ષ રહે, અને સત્સમાગમ, સશાસ્ત્રને વિષે વર્ધમાન પરિણતિએ પરમ ભક્તિ વત્ય કરે તે પ્રકારની આત્મતા કર્યા જતાં, તથા જ્ઞાનીનાં વચનને વિચાર કરવાથી દશા વિશેષતા પામતાં યથાર્થ સમાધિને યુગ્ય થાય, એ લક્ષ રાખશે, એમ કહ્યું હતું. એ જ વિનંતિ.
૬૫૭ મુંબઈ, માગશર સુદ ૧૦, ભેમ, ૧૯૫૨ શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ સર્વ ભૂમિકાને વિષે સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી છે, એમ જાણીને જ્ઞાની પુરુષોએ “અણગારત્વ' નિરૂપણ કર્યું છે. યદ્યપિ પરમાર્થથી સર્વસંગપરિત્યાગ યથાર્થ બંધ થયે પ્રાપ્ત થવા ગ્ય છે, એમ જાણતાં છતાં પણ સત્સંગમાં નિત્ય નિવાસ થાય, તે તે સમય પ્રાપ્ત થવા યોગ્ય છે એમ જાણી, સામાન્ય રીતે બાહ્ય સર્વસંગપરિત્યાગ જ્ઞાની પુરુષોએ ઉપદે છે, કે જે નિવૃત્તિને વેગે શુભેચ્છાવાન એ જીવ સદ્દગુરુ, સપુરુષ અને સશાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરી યથાર્થ બોધ પામે. એ જ વિનંતિ.
૬૫૮ મુંબઈ, પિષ સુદ ૬, રવિ, ૧૯૫૨ ત્રણે પત્રો મળ્યાં છે. સ્તંભતીર્થ ક્યારે ગમન થવું સંભવે છે? તે લખવાનું બની શકે તે લખશે.
બે અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી જીવ “મિથ્યાત્વનો ત્યાગ કરી શક્તા નથી. તે આ પ્રમાણેઃ “લૌકિક” અને “શાસ્ત્રીય’. કેમે કરીને સત્સમાગમગે જીવ જે તે અભિનિવેશ છેડે તો “મિથ્યાત્વને ત્યાગ થાય છે, એમ વારંવાર જ્ઞાની પુરુષોએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેશ્ય છતાં જીવ તે છેડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે? તે વાત વિચારવા ગ્ય છે.
૬૫૯ મુંબઈ, પિષ સુદ ૬, રવિ, ૧૯૫૨ સર્વ દુઃખનું મૂળ સંગ (સંબંધ) છે એમ જ્ઞાનવંત એવા તીર્થંકરોએ કહ્યું છે. સમસ્ત જ્ઞાની પુરુષેએ એમ દીઠું છે. જે સંગ બે પ્રકારે મુખ્યપણે કહ્યો છે : “અંતરસંબંધીય, અને બાહ્યસંબંધીય'. અંતસંગને વિચાર થવાને આત્માને બાહ્યસંગને અપરિચય કર્તવ્ય છે, જે અપરિચયની સપરમાર્થ ઇચ્છા જ્ઞાની પુરુષોએ પણ કરી છે.
દદ મુંબઈ, પિષ સુદ ૬, રવિ, ૧૯૫૨ શ્રદ્ધા જ્ઞાન લહ્યાં છે તેપણ, જે નવિ જાય પમા (પ્રમાદ) રે, વંધ્ય તરુ ઉપમ તે પામે, સંયમ ઠાણુ જ ના રે
– ગાયે રે, ગાયે, ભલે વીર જગત ગુરુ ગાયે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org