________________
શ્રીમદ્ રાજચંદ્ર
૬૩૮ રાણપુર (હડમતિયા), ભાદરવા વદ ૧૩, ૧૯૫૧ એ પત્ર મળ્યાં હતાં. ગઈ કાલે અત્રે એટલે રાણપુરની સમીપના ગામમાં આવવું થયું છે. છેલ્લા પત્રમાં પ્રશ્નો લખ્યાં હતાં તે પત્ર કયાંક ગત થયું જણાય છે. સંક્ષેપમાં ઉત્તર નીચે લખ્યાથી વિચારશે ઃ
(૧) ધર્મ, અધર્મ દ્રવ્ય સ્વભાવપરિણામી હોવાથી અક્રિય કહ્યા છે. પરમાર્થનયથી એ દ્રવ્ય પણ સક્રિય છે. વ્યવહારનયથી પરમાણુ, પુદ્ગલ અને સંસારી જીવ સક્રિય છે, કેમકે તે અન્યોન્ય ગ્રહણ, ત્યાગ આદિથી એક પરિણામવત્ સંબંધ પામે છે. સડવું યાવત્....વિધ્વંસ પામવું એ પરમાણુ પુદ્ગલના ધર્મ કહ્યા છે.
પરમાર્થથી શુભ વર્ણાદિનું પલટનપણું અને સ્કંધનું મળી વીખરાવાપણું કહ્યું છે....[પત્ર ખંડિત]
૪૮૪
કંઈ પણુ, અને તે કરવા ચેાગ્ય છે. ગમે તે શ્રવણ કરવા યાગ્ય છે.
૬૩૯ રાણપુર, આસા સુદ ૨, શુક્ર, ૧૯૫૧ જ્યાં આત્માર્થ ચર્ચિત થતા હાય ત્યાં જવા આવવા, શ્રવણાદિના પ્રસંગ જૈન સિવાય બીજા દર્શનથી વ્યાખ્યા થતી હેાય તે તે પણ વિચારાર્થે
૬૪૦
મુંબઈ, આસા સુદ ૧૧, ૧૯૫૧
આજે સવારે અને કુશળતાથી આવવું થયું છે.
વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, જિન પણ કહે છે કે પરમાર્થનયથી આત્મા તેમ જ છે. એ જ અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી તે મોક્ષ છે. પરભારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે, અને એ જ માટે જ્ઞાનીપુરુષોએ, સર્વ દુઃખ ક્ષય કરવાની ઇચ્છા છે જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે, તે અત્યંત સત્ય છે.
અમ પ્રત્યે અનુકંપા રાખશે. કંઈ જ્ઞાનવાર્તા લખશે. શ્રી ડુંગરને પ્રણામ.
૪૧ મુંબઇ, આસા સુદ ૧૨, સામ, ૧૯૫૧ દેખતભૂલી ટળે તે સર્વ દુઃખને ક્ષય થાય’ એવા સ્પષ્ટ અનુભવ થાય છે; તેમ છતાં તે જ દેખતભૂલીના પ્રવાહમાં જ જીવ વહ્યો જાય છે, એવા જીવાને આ જગતને વિષે કોઈ એવા આધાર છે કે જે આધારથી, આશ્રયથી તે પ્રવાહમાં ન વહે ?
૪૨
મુંબઈ, આસો સુદ ૧૩, ૧૯૫૧ સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વધું જાય છે, તેમાં રહી સ્થિરતા કયાંથી પ્રાપ્ત થાય ?
આવા અમૂલ્ય મનુષ્યપણાના એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યેાગ્ય નથી, અને કંઈ પણ તેમ થયા કરે છે તેના ઉપાય કંઈ વિશેષે કરી ગવેષવા યાગ્ય છે.
જ્ઞાનીપુરુષના નિશ્ચય થઈ અંતર્ભેદ ન રહે તે આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે, એવું જ્ઞાની પાકારી ગયા છતાં કેમ લેાકેા ભૂલે છે? શ્રી ડુંગરને પ્રણામ.
Jain Education International
૬૪૩
શ્રી સ્તંભતીર્થવાસી તથા નિંબપુરીવાસી મુમુક્ષુજના પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. કઈ પૂછવા યાગ્ય લાગતું હોય તે પૂછશે.
મુંબઈ, આસો સુદ ૧૩, ૧૯૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org