SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ શ્રીમદ્ રાજચંદ્ર એવા દેહાદિનું આ ભવમાં ઉપર કહ્યું તેમ ભાન થાય એ વાત યથાતથ્ય માનીએ તે પણ પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિ અથવા કેઈ દેવલોકાદિ નિવાસસ્થાન અનુભવ્યાં હોય તે અનુભવની સ્મૃતિ થઈ છે, અને તે અનુભવ યથાતથ્ય થયે છે, એ શા ઉપરથી સમજાય?” તે એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે :- અમુક અમુક ચેષ્ટા અને લિંગ તથા પરિણામ આદિથી પિતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે, પણ બીજા કોઈ જીવને તેની પ્રતીતિ થવા માટે તે નિયમિતપણું નથી. ક્વચિત અમુક દેશમાં, અમુક ગામ, અમુક ઘર, પૂર્વે દેહ ધારણ થયો હોય અને તેનાં ચિહ્નો બીજા જીવને જણાવવાથી તે દેશાદિનું અથવા તેના નિશાનાદિનું કંઈ પણ વિદ્યમાનપણું હોય તે બીજા જીવને પણ પ્રતીતિને હેતુ થો સંભવે; અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન કરતાં જેનું વિશેષ જ્ઞાન છે તે જાણે. તેમ જ જેને જાતિસ્મૃતિજ્ઞાન છે, તેની પ્રકૃત્યાદિને જાણતે એ કોઈ વિચારવાન પુરુષ પણ જાણે કે આ પુરુષને તેવાં કંઈ જ્ઞાનને સંભવ છે, અથવા ‘જાતિસ્મૃતિ” હોવી સંભવે છે, અથવા જેને “જાતિસ્મૃતિજ્ઞાન છે, તે પુરુષના સંબંધમાં કેઈ જીવ પૂર્વ ભવે આવ્યો છે. વિશેષ કરીને આવ્યો છે તેને તે સંબંધ જણાવતાં કંઈ પણ સ્મૃતિ થાય છે તેવા જીવને પણ પ્રતીતિ આવે. બીજે પ્રશ્ન – “જીવ સમયે સમયે મરે છે તે કેવી રીતે સમજવું?” તેને ઉત્તર આ પ્રમાણે વિચારશે :– જેમ આત્માને સ્થૂળ દેહને વિયેગ થાય છે, તેને મરણ કહેવામાં આવે છે, તેમ સ્થૂળ દેહના આયુષ્યાદિ સૂક્ષ્મપર્યાયને પણ સમયે સમયે હાનિ પરિણામ થવાથી વિયેગ થઈ રહ્યો છે, તેથી તે સમયે સમયે મરણ કહેવા ગ્ય છે. આ મરણ તે વ્યવહાર નથી કહેવાય છે; નિશ્ચયથી તે આત્માને સ્વાભાવિક એવા જ્ઞાનદર્શનાદિ ગુણપર્યાયની વિભાવ પરિણામના વેગને લીધે હાનિ થયા કરે છે, અને તે હાનિ આત્માના નિત્યપણદિ સ્વરૂપને પણ ગ્રહી રહે છે, તે સમયે સમયે મરણ છે. ત્રીજો પ્રશ્ન – કેવળજ્ઞાનદર્શનને વિષે ગયા કાળ અને આવતા કાળના પદાર્થ વર્તમાન કાળમાં વર્તમાનપણે દેખાય છે, તેમ જ દેખાય કે બીજી રીતે?” તેને ઉત્તર આ પ્રમાણે વિચારશે - - વર્તમાનમાં વર્તમાનપદાર્થ જેમ દેખાય છે, તેમ ગયા કાળના પદાર્થ ગયા કાળમાં જે સ્વરૂપે હતા તે સ્વરૂપે વર્તમાન કાળમાં દેખાય છે; અને આવતા કાળમાં તે પદાર્થ જે સ્વરૂપ પામશે તે સ્વરૂપપણે વર્તમાનકાળમાં દેખાય છે. ભૂતકાળે જે જે પર્યાય પદાર્થે ભજ્યા છે, તે કારણપણે વર્તમાનમાં પદાર્થને વિષે રહ્યા છે, અને ભવિષ્યકાળમાં જે જે પર્યાય ભજશે તેની ગ્યતા વર્તમાનમાં પદાર્થને વિષે રહી છે. તે કારણ અને ગ્યતાનું જ્ઞાન વર્તમાન કાળમાં પણ કેવળજ્ઞાનીને વિષે યથાર્થ સ્વરૂપે હોઈ શકે. જોકે આ પ્રશ્ન પ્રત્યે ઘણુ વિચાર જણાવવા ગ્ય છે. ૬૩૦ વવાણિયા, શ્રાવણ વદ ૧૨, શનિ, ૧૯૫૧ ગયા શનિવારનો લખેલે કાગળ પહોંચે છે. તે કાગળમાં મુખ્ય કરી ત્રણ પ્રશ્નો લખ્યા છે. તેના ઉત્તર નીચે લખ્યાથી વિચારશે : પ્રથમ પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે, “એક મનુષ્યપ્રાણી દિવસને વખતે આત્માના ગુણવડીએ અમુક હદ સુધી દેખી શકે છે, અને રાત્રિને વખતે અંધારામાં કશું દેખતે નથી; વળી બીજે દિવસે પાછું દેખે છે અને વળી રાત્રિએ અંધારામાં કશું દેખતે નથી; તેથી એક અહોરાત્રમાં ચાલું આ પ્રમાણે આત્માના ગુણ ઉપર અધ્યવસાય બદલાયા વિના નહીં દેખવાનું આવરણ આવી જતું હશે? કે દેખવું એ આત્માને ગુણ નહીં પણ સૂરજવડીએ દેખાય છે, માટે સૂરજને ગુણ હેઈને તેની ગેરહાજરીમાં દેખાતું નથી ? અને વળી આવી જ રીતે સાંભળવાના દ્રષ્ટાંતે કાન આડું રાખવાથી નથી સંભળાતું, ત્યારે આત્માના ગુણ કેમ ભુલાઈ જવાય છે?” તેને સંક્ષેપમાં ઉત્તર :– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy