________________
વર્ષ ૨૮ મું
૪૭૧
૬૧૧
મુંબઇ, અસાડ સુદ ૧, રિવ, ૧૯૫૧ અમુક વનસ્પતિની અમુક ઋતુમાં જેમ ઉત્પત્તિ થાય છે, તેમ અમુક ઋતુમાં વિપરિણામ પણ થાય છે. સામાન્ય રીતે કેરીના રસ સ્પર્શનું વિપરિણામ આર્દ્રા નક્ષત્રમાં થાય છે. આર્દ્રા નક્ષત્ર પછી જે કેરી ઉત્પન્ન થાય છે તેના વિપરિણામકાળ આર્દ્રા નક્ષત્ર છે, એમ નથી. પણ સામાન્યપણે ચૈત્ર વૈશાખાદિ માસમાં ઉત્પન્ન થતી કેરી પરત્વે આર્દ્રા નક્ષત્રે વિપરિણામીપણું સંભવે છે.
૧૨ મુંબઇ, અસાડ સુદ ૧, રવિ, ૧૯૫૧
પરમ સ્નેહી શ્રી સેાભાગ, શ્રી સાયલા.
આપના તરફથી એ પત્ર મળ્યાં છે. અમારાથી હાલ કંઇ વિશેષ લખવાનું થતું નથી, આગળ જે વિસ્તારથી એક પ્રશ્નના સમાધાનમાં ઘણા પ્રકારના દૃષ્ટાંત સિદ્ધાંતથી લખવાનું બની શકતું હતું તેટલું હાલ બની શકતું નથી, એટલું જ નહીં પશુ ચાર લીટી જેટલું લખવું હોય તેપણુ કઠણુ પડે છે; કેમકે અંતર્વિચારમાં ચિત્તની હાલ પ્રવૃત્તિ વિશેષ રહે છે; અને લખવા વગેરેની પ્રવૃત્તિથી ચિત્ત સંક્ષિપ્ત રહે છે. વળી ઉદય પણ તથારૂપ વર્તે છે. આગળ કરતાં ખેલવાના સંબંધમાં પણ આ જ પ્રકારે ઘણું કરી ઉદય વર્તે છે. તેપણુ લખવા કરતાં કેટલીક વાર ખેલવાનું કંઈક વિશેષ બની શકે છે. જેથી સમાગ્રમે કંઈ જાણુવા યાગ્ય પૂછવું હોય તેા સ્મરણ રાખશે. અહેરાત્ર ઘણું કરી વિચારદશા રહ્યા કરે છે; જે સંક્ષેપમાં પણ લખવાનું બની શકતું નથી. સમાગમમાં કંઈ પ્રસંગોપાત્ત કહી શકાશે તે તેમ કરવા ઇચ્છા રહે છે, કેમકે તેથી અમને પણ હિતકારક સ્થિરતા થશે.
કખીરપંથી ત્યાં આવ્યા છે; તેમને સમાગમ કરવામાં ખાધ સંભવતા નથી; તેમ જ કઈ તેમની પ્રવૃત્તિ યથાયેગ્ય ન લાગતી હેાય તે તે વાત પર વધારે લક્ષ ન દેતાં કંઈ તેમના વિચારનું અનુકરણ કરવા યોગ્ય લાગે તે વિચારવું.
વૈરાગ્યવાન હેાય તેના સમાગમ કેટલાક પ્રકારે આત્મભાવની ઉન્નતિ કરે છે.
સાયલે અમુક વખત સ્થિરતા કરવા સંબંધી આપે લખ્યું, તે વાત હાલ ઉપશમ કરવાનું ઘણું કરી ચિત્ત રહે છે. કેમકે લેાકસંબંધી સમાગમથી ઉદાસભાવ વિશેષ રહે છે. તેમ જ એકાંત જેવા યેાગ વિના કેટલીક પ્રવૃત્તિને રાધ કરવા ખની શકે નહીં, જેથી આપે લખેલી ઇચ્છા માટે પ્રવૃત્તિ થઈ શકવી અશકય છે.
અત્રેથી જે મિતિએ નિવૃત્ત થઈ શકાય તેવું હશે, તે મિતિ તથા ત્યાર પછીની વ્યવસ્થા વિષે વિચાર યથાયેાગ્ય થયે તે વિષે આપના તરફ્ પત્ર લખીશું.
શ્રી ડુંગર તથા તમે કંઈ જ્ઞાનવાર્તા લખશે. અત્રેથી પત્ર આવે ન આવે તે પર વાટ ન જોશે. શ્રી સેાભાગના વિચાર હાલ આ તરફ આવવા વિષે રહેતા હોય તેા હજી વિલંખ કરવા યાગ્ય છે. કંઈ જ્ઞાનવાર્તા લખવાનું અને તે લખશે. એ જ
વિનંતિ.
આ સ્વ પ્રણામ.
૬૧૩ મુંબઈ, અસાડ સુદ ૧૧, બુધ, ૧૯૫૧
જે કષાય પરિણામથી અનંત સંસારને સંબંધ થાય તે કષાય પરિણામને જિનપ્રવચનમાં ‘અનંતાનુબંધી' સંજ્ઞા કહી છે. જે કષાયમાં તન્મયપણે અપ્રશસ્ત (માઠા) ભાવે તીવ્રોપયેાગે આત્માની પ્રવૃત્તિ છે, ત્યાં ‘અનંતાનુબંધી'ના સંભવ છે. મુખ્ય કરીને અહીં કહ્યાં છે, તે સ્થાનકે તે કષાયને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org