SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૮ મું ૪૬૯ ૬૦૮ મુંબઈ, જેઠ વદ ૧૦, સેમ, ૧૫૧ તથારૂપ ગંભીર વાકય નથી, તો પણ આશય ગંભીર હોવાથી એક લૌકિક વચનનું આત્મામાં હાલ ઘણી વાર સ્મરણ થઈ આવે છે, તે વાકય આ પ્રમાણે છે –“રાંડી રુએ, માંડી રુએ, પણ સાત ભરતાર વાળી તે મેટું જ ન ઉઘાડે.' વાકય અગંભીર હોવાથી લખવામાં પ્રવૃત્તિ ન થાત, પણ આશય ગંભીર હોવાથી અને પિતાને વિષે વિચારવાનું વિશેષ દેખાવાથી તમને પાં લખવાનું સ્મરણ થતાં આ વાક્ય લખ્યું છે, તેના પર યથાશક્તિ વિચાર કરશે. એ જ વિનંતિ. લિ. રાયચંદના પ્રણામ વાંચશે. | મુંબઈ, જેઠ, ૧૯૫૧ ૧. સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ “મેક્ષ' કહે છે. ૨. સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થવું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે. ૩. સંગના વેગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્ય છે; સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપક્ષ ભાન પ્રગટે છે. ૪. એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે. ૫. સર્વ જિનાગમમાં કહેલાં વચને એક માત્ર અસંગપણમાં જ સમાય છે, કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યાં છે. એક પરમાણુથી માંડી ચૌદ રાજલકની અને મેષોન્મેષથી માંડી શૈલેશીઅવસ્થા પર્યંતની સર્વ ક્રિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. ૬. સર્વ ભાવથી અસંગાણું થયું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેને આધાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું જીવન ઉત્પન્ન થાય છે. ૭. તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયું નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાયે નથી; પરમ સ્નેહે ઉપાસ્ય નથી; અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા ગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજસમાધિપર્યત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. ૮. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણને મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એ અમારે આત્મસાક્ષાત્કાર છે. ૯. તે સત્સંગ પ્રાપ્ત થયે જે આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તે અવશ્ય આ જીવનો જ વાંક છે, કેમકે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યુગમાં પણ તેણે તે સત્સંગના યેગને બાધ કરનાર એવાં માઠાં કારણેને ત્યાગ ન કર્યો ! ૧૦. મિથ્યાગ્રહ, સ્વછંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય તે જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વભક્તિ આણું ન હોય તે ફળવાન થાય નહીં. જે એક એવી અપૂર્વભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તે અ૫ કાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે, અને અનુક્રમે સર્વ દેષથી જીવ મુક્ત થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy