________________
૪૫૬
શ્રીમદ્ રાજચંદ્ર - વેદાંતના સિદ્ધાંતમાં તથા જિનના આગમના સિદ્ધાંતમાં જુદાપણું છે, તે પણ જિનનાં આગમ વિશેષ વિચારનું સ્થળ જાણી વેદાંતનું પૃથકકરણ થવા તે આગમ વાંચવા, વિચારવા યોગ્ય છે. એ જ વિનંતિ.
૫૭૮ મુંબઈ, ચૈત્ર સુદ ૧૪, શનિ, ૧૯૫૧ મુંબઈમાં નાણાંભીડ વિશેષ છે. સટ્ટાવાળાઓને ઘણું નુકસાન ગયું છે. તમને સૌને ભલામણ છે, કે સટ્ટા જેવે રસ્તે ન ચડાય તેનું પૂરતું ધ્યાન રાખશો. માતુશ્રી તથા પિતાશ્રીને પાયલાગણ.
રાયચંદના યથાયોગ્ય.
પ૭૯
મુંબઈ, ચૈત્ર સુદ ૧૫, ૧૯૫૧ પરમ સનેહી શ્રી સભાગ પ્રત્યે, શ્રી સાયલા.
મોરબીથી લખેલે કાગળ ૧ પહોંચ્યો છે. રવિવારે અત્રેથી એક પનું મરબી લખ્યું છે. તે તમને સાયલે મળ્યું હશે.
શ્રી ડુંગર સાથે આ તરફ આવવાને વિચાર રાખે છે. તે વિચાર પ્રમાણે આવવામાં શ્રી ડુંગરે પણ કંઈ વિક્ષેપ ન કરાગ્ય છે; કેમકે અત્રે મને વિશેષ ઉપાધિ હાલ તરત નહીં રહે એવું સંભવે છે. દિવસ તથા રાતને ઘણે ભાગ નિવૃત્તિમાં ગાળ હોય તે મારાથી તેમ બની શકવા હાલ સંભવ છે.
પરમ પુરુષની આશાના નિર્વાહને અર્થે તથા ઘણા જીવના હિતને માટે થઈ, આજીવિકાદિ સંબંધી તમે કંઈ લખે છે, અથવા પૂછે છે તેમાં મૌન જેવી રીતે વર્તવું થાય છે, તે સ્થળે બીજે કંઈ હેતુ નથી, જેથી મારા તેવા મૌનપણા માટે ચિત્તમાં અવિક્ષેપતા રાખશે, અને અત્યંત પ્રયજન વિના અથવા મારી ઈચ્છા જાણ્યા વિના તે પ્રકાર મારા પ્રત્યે લખવાનું કે પૂછવાનું ન બને તે સારું. કેમકે તમારે અને મારે એવી દશાએ વર્તવું વિશેષ જરૂરનું છે, અને તે આજીવિકાદિ કારણથી તમારે વિશેષ ભયાકુળ થવું તે પણ ગ્ય નથી. મારા પરની કૃપાથી આટલી વાત ચિત્તમાં તમે દ્રઢ કરે તે બની શકે તેવી છે. બાકી કઈ રીતે ક્યારે પણ ભિન્નભાવની બુદ્ધિથી મૌનપણું ધારણ કરવું મને સૂઝે એમ સંભવતું નથી, એ નિશ્ચય રાખજો. આટલી ભલામણ દેવી તે પણ ઘટારત નથી, તથાપિ સ્મૃતિમાં વિશેષતા થવા લખ્યું છે.
આવવાને વિચાર કરી મિતિ લખશે. જે કંઈ પૂછવું કરવું હોય તે સમાગમે પુછાય તે કેટલાક ઉત્તર આપી શકાય. હાલ પત્ર દ્વારા વધારે લખવાનું બની શકતું નથી.
ટપાલ વખત થવાથી આ પત્ર પૂરું કર્યું છે. શ્રી ડુંગરને પ્રણામ કહેશે. અને અમારા પ્રત્યે ૌકિક દ્રષ્ટિ રાખી. આવવાના વિચારમાં કઈ શિથિલતા કરશે નહીં. એટલી વિનંતિ કરશે.
આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એ પરમ પુરુષે કરેલ નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે. એ જ વિનંતી.
આજ્ઞાંકિત રાયચંદના પ્રણામ પ્રાપ્ત થાય.
Jairt Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org