________________
વર્ષ ૨૮ મું
૪૫૩ કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્મદર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જી વિશેષ કરી અભ્યાસ કરવા ગ્ય છે.
પૂર્વના કોઈ વિશેષ અભ્યાસબળથી એ છ કારણોને વિચાર ઉત્પન્ન થાય છે; અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાને વેગ બને છે.
અનિત્ય પદાર્થ પ્રત્યે મેહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મેહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેને વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાને વેગ પૂર્વકાળે ઘણી વાર બન્યું છે, કેમકે જેને અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલ૫ કાળમાં છોડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સલ્ફાસ્ત્ર અને પિતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લે યોગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પિતાના હિતને ત્યાગ કરવાને વખત આવે છે, અને અનિત્ય પદાર્થને રાગ રહેવાથી તેને કારણે ફરી ફરી સંસારપરિભ્રમણને યોગ રહ્યા કરે છે.
કંઈ પણ આત્મવિચાર કરવાની ઇચ્છા તમને વર્તે છે, એમ જાણ ઘણે સંતોષ થયો છે. તે સંતેષમાં મારે કંઈ સ્વાર્થ નથી. માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઈચ્છે છે તેથી સંસારલેશથી નિવર્તવાને તમને પ્રસંગ પ્રાપ્ત થશે. એવા પ્રકારનો સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે. એ જ વિનંતિ.
આ૦ સ્વ. પ્રણામ.
૫૭૧ મુંબઈ, ફાગણ વદ ૫, શનિ, ૧૫૧ વધારેમાં વધારે એક સમયે ૧૦૮ જીવ મુક્ત થાય, એથી વિશેષ ન થાય, એવી લેકસ્થિતિ જિનાગમમાં સ્વીકારેલી છે, અને પ્રત્યેક સમયે એક સે આઠ એક સે આઠ જીવ મુક્ત થયા જ કરે છે, એમ ગણીએ, તે તે પરિમાણે ત્રણે કાળમાં જેટલા જીવ એક્ષપ્રાપ્ત થાય, તેટલા જીવની જે અનંત સંખ્યા થાય તે કરતાં સંસારનિવાસી ઓની સંખ્યા અનંતપણે જિનાગમમાં નિરૂપી છે; અર્થાત્ ત્રણે કાળમાં મુક્તજીવ જેટલા થાય તે કરતાં સંસારમાં અનંતગણુ જીવ રહે; કેમકે તેનું પરિમાણ એટલું વિશેષ છે અને તેથી મોક્ષમાર્ગને પ્રવાહ વહ્યા કરતાં છતાં સંસારમાર્ગ ઉચ્છેદ થઈ જ સંભવ નથી, અને તેથી બંધમક્ષ વ્યવસ્થામાં વિપર્યય થતું નથી. આ વિષે વધારે ચર્ચા સમાગમમાં કરશે તે અડચણ નથી.
જીવના બંધમાક્ષની વ્યવસ્થા વિષે સંક્ષેપમાં પતું લખ્યું છે. એ પ્રકારનાં જે જે પ્રશ્નો હોય તે તે સમાધાન થઈ શકે એવાં છે, કઈ પછી અ૫ કાળે અને કોઈ પછી વિશેષ કાળે સમજે અથવા સમજાય, પણ એ સૌ વ્યવસ્થાનાં સમાધાન થઈ શકે એવાં છે.
સૌ કરતાં વિચારવા ગ્ય વાત તે હાલ એ છે કે, ઉપાધિ કરવામાં આવે, અને કેવળ અસંગદશા રહે એમ બનવું અત્યંત કઠણ છે; અને ઉપાધિ કરતાં આત્મપરિણામ ચંચળ ન થાય, એમ બનવું અસંભવિત જેવું છે. ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતાં આપણે સૌએ તે આત્મામાં જેટલું અસંપૂર્ણ – અસમાધિપણું વર્તે છે તે, અથવા વર્તી શકે તેવું હોય તે, ઉચ્છેદ કરવું, એ વાત લક્ષમાં વધારે લેવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org