________________
૫૦
શ્રીમદ્ રાજચંદ્ર વિચારી જે દયા ઉપકારાદિ કારણે કંઈ પ્રેમદશા રાખતાં ચિત્તમાં વિવેકીને લેશ પણ થયા વિના રહે ન જોઈએ, ત્યારે તેને વિશેષ વિચાર કયા પ્રકારે કરે ?
૫૬૭
મુંબઈ, ફાગણ સુદ ૧૫, ૧૫૧ શ્રી વીતરાગને પરમભક્તિએ નમસ્કાર બે તાર, બે પત્ર તથા બે પત્તાં મળ્યાં છે. શ્રી જિન જેવા પુરુષે ગૃહવાસમાં જે પ્રતિબંધ કર્યો નથી તે પ્રતિબંધ ન થવા, આવવાનું કે પત્ર લખવાનું થયું નથી તે માટે અત્યંત દીનપણે ક્ષમા ઈચ્છું છું. સંપૂર્ણ વીતરાગતા નહીં હોવાથી આ પ્રમાણે વર્તતાં અંતરમાં વિક્ષેપ થયા છે, જે વિક્ષેપ પણ શમાવો ઘટે એ પ્રકારે જ્ઞાનીએ માર્ગ દીઠે છે.
જે આત્માને અંતર્યાપાર (અંતરિણામની ધારા) તે, બંધ અને મોક્ષની (કર્મથી આત્માનું બંધાવું અને તેથી આત્માનું છૂટવું) વ્યવસ્થાને હેતુ છે; માત્ર શરીર બંધમેક્ષની વ્યવસ્થાને હેતું નથી. વિશેષ રેગાદિ યેગે જ્ઞાની પુરુષના દેહને વિષે પણ નિર્બળપણું, મંદપણું, સ્લાનતા, કંપ, સ્વેદ, મૂચ્છ, બાહ્ય વિશ્વમાદિ દ્રષ્ટ થાય છે, તથાપિ જેટલું જ્ઞાન કરીને, બંધ કરીને, વૈરાગ્યે કરીને આત્માનું નિર્મળપણું થયું છે, તેટલા નિર્મળપણએ કરી તે રેગને અંતર્પરિણામે જ્ઞાની વેદે છે, અને વેદતાં કદાપિ બાહ્ય સ્થિતિ ઉન્મત્ત જોવામાં આવે તે પણ અંતર્પરિણામ પ્રમાણે કર્મબંધ અથવા નિવૃત્તિ થાય છે. આત્મા જ્યાં અત્યંત શુદ્ધ એવા નિજપર્યાયને સહજ સ્વભાવે ભજે ત્યાં–
[અપૂર્ણ) ૫૬૮
મુંબઈ, ફાગણ, ૧૯૫૧ - આત્મસ્વરૂપને નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. | સર્વ લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને આત્મજ્ઞાન સિવાય બીજો કેઈ ઉપાય નથી. સદ્વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ-પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી એમાં કિંચિત્માત્ર સંશય નથી.
આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર “સમાધિ કહે છે. આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર “અસમાધિ' કહે છે. આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર “ધર્મ કહે છે. આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ‘કર્મ કહે છે.
શ્રી જિન તીર્થંકરે જે બંધ અને મોક્ષને નિર્ણય કર્યો છે, તે નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દ્રષ્ટિગોચર થતું નથી અને જેવું શ્રી જિનને વિષે યથાર્થવક્તાપણું જોવામાં આવે છે, તેવું યથાર્થવક્તાપણું બીજામાં જોવામાં આવતું નથી.
આત્માના અંતવ્યપાર (શુભાશુભ પરિણામધારા) પ્રમાણે બંધક્ષની વ્યવસ્થા છે, શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. પૂર્વે ઉત્પન્ન કરેલાં વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ ઉત્પન્ન થાય છે, અને તે પ્રમાણે નિર્બળ, મંદ, મ્યાન, ઉષ્ણુ, શીત આદિ શરીરચેષ્ટા થાય છે.
વિશેષ રેગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, મ્યાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને બ્રમાદિને ઉદય પણ વર્તે, તથાપિ જે પ્રમાણે જીવને વિષે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org