________________
૨૬
શ્રીમદ્ રાજચંદ્ર ૨. પ્ર-(૧) ઈશ્વર શું છે? (૨) તે જગતકર્તા છે એ ખરું છે?
ઉ– (૧) અમે તમે કર્મબંધમાં વસી રહેલા જીવ છીએ. તે જીવનું સહજસ્વરૂપ, એટલે કર્મરહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. જ્ઞાનાદિ ઐશ્વર્ય જેને વિષે છે, તે ઈશ્વર કહેવા યોગ્ય છે અને તે ઈશ્વરતા આત્માનું સહજસ્વરૂપ છે. જે સ્વરૂપ કર્મપ્રસંગે જણાતું નથી, પણ તે પ્રસંગ અન્ય સ્વરૂપ જાણું, જ્યારે આત્માભણી દ્રષ્ટિ થાય છે ત્યારે જ અનુકમે સર્વજ્ઞતાદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે, અને તેથી વિશેષ ઐશ્વર્યવાળે કોઈ પદાર્થ સમસ્ત પદાર્થો નીરખતાં પણ અનુભવમાં આવી શક્તિ નથી; જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે, એથી કોઈ વિશેષ સત્તાવાળો પદાર્થ ઈશ્વર છે એમ નથી, એવા નિશ્ચયમાં મારો અભિપ્રાય છે.
(૨) તે જગતકર્તા નથી, અર્થાત્ પરમાણુ, આકાશાદિ પદાર્થ નિત્ય હોવા યોગ્ય છે, તે કોઈ પણ વસ્તુમાંથી બનવા યંગ્ય નથી. કદાપિ એમ ગણીએ કે, તે ઈશ્વરમાંથી બન્યા છે, તે તે વાત પણ યંગ્ય લાગતી નથી, કેમકે ઈશ્વરને જે ચેતનપણે માનીએ, તે તેથી પરમાણુ, આકાશ વગેરે ઉત્પન્ન કેમ થઈ શકે ? કેમકે ચેતનથી જડની ઉત્પત્તિ થવી જ સંભવતી નથી. જે ઈશ્વરને જડ
સ્વીકારવામાં આવે તે સહેજે તે અનૈશ્વર્યવાન ઠરે છે, તેમ જ તેથી જીવરૂપ ચેતન પદાર્થની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. જડચેતન ઉભયરૂપ ઈધર ગણીએ, તે પછી જડચેતન ઉભયરૂપ જગત છે તેનું ઈશ્વર એવું બીજું નામ કહી સંતોષ રાખી લેવા જેવું થાય છે અને જગતનું નામ ઈશ્વર રાખી સંતેષ રાખી લે તે કરતાં જગતને જગત કહેવું, એ વિશેષ યેગ્ય છે. કદાપિ પરમાણુ, આકાશાદિ નિત્ય ગણીએ અને ઈશ્વરને કર્માદિનાં ફળ આપનાર ગણુએ તે પણ તે વાત સિદ્ધ જણાતી નથી. એ વિચાર પર “પદર્શનસમુચ્ચયમાં સારા પ્રમાણે આપ્યાં છે.
૩. પ્ર–મોક્ષ શું છે ?
ઉ– જે ક્રોધાદિ અજ્ઞાનભાવમાં, દેહાદિમાં આત્માને પ્રતિબંધ છે તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી તે મેક્ષપદ જ્ઞાનીઓએ કહ્યું છે. તે સહજ વિચારતાં પ્રમાણભૂત લાગે છે.
૪. પ્ર-મેક્ષ મળશે કે નહીં તે ચક્કસ રીતે આ દેહમાં જ જાણી શકાય ?
ઉ–એક દોરડીના ઘણું બંધથી હાથ બાંધવામાં આવ્યો હોય, તેમાંથી અનુક્રમે જેમ જેમ અંધ છાડવામાં આવે, તેમ તેમ તે બંધના સંબંધની નિવૃત્તિ અનુભવમાં આવે છે વળ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે એમ પણ જણાય છે, અનુભવાય છે. તેમ જ અજ્ઞાનભાવના અનેક પરિણામરૂપ બંધને પ્રસંગ આત્માને છે, તે જેમ જેમ છૂટે છે, તેમ તેમ મોક્ષને અનુભવ થાય છે, અને તેનું ઘણું જ અલ્પપણું જ્યારે થાય છે ત્યારે, સહજે આત્મામાં નિજભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાનભાવરૂપ બંધથી છૂટી શકવાને પ્રસંગ છે, એ સ્પષ્ટ અનુભવ થાય છે. તેમ જ કેવળ અજ્ઞાનાદિ ભાવથી નિવૃત્તિ થઈ કેવળ આત્મભાવ આ જ દેહને વિષે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે, અને સર્વ સંબંધથી કેવળ પિતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે; અર્થાત્ મોક્ષપદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યોગ્ય છે.
૫. પ્ર૦ –એમ વાંચવામાં આવ્યું કે માણસ દેહ છડી કર્મ પ્રમાણે જનાવરમાં અવતરે, પથરે પણ થાય, ઝાડ પણ થાય, આ બરાબર છે ?
ઉ– દેહ છોડી ઉપાર્જિત પ્રમાણે જીવની ગતિ થાય છે, તેથી તે તિર્યંચ (જનાવર) પણ થાય છે અને પૃથ્વીકાય એટલે પૃથવીરૂપ શરીર ધારણ કરી બાકીની બીજી ચાર ઇદ્ધિ વિના કર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org