________________
વર્ષ ૨૬ મું
૩૮૭
એક પછી એક વિચાર કર્યા કરે છે, અને મુઝવણ ટાળવાની ઉતાવળમાં યાગ્ય થાય છે કે નહીં એની વખતે સહજ સાવચેતી મુમુક્ષુ જીવને પણ ઓછી થઈ જાય છે; પણ વાત યાગ્ય તા એમ છે કે તેવા પ્રસંગમાં કંઈ થોડો વખત ગમે તેમ કરી કામકાજમાં મૌન જેવા, નિર્વિકલ્પ જેવા કરી નાખવા.
હાલ તમને જે મુઝવણ રહે છે તે જાણવામાં છે, પણ તે વેઠ્યા વિના ઉપાય નથી. એમ લાગે છે કે તે બહુ લાંખા કાળની સ્થિતિની સમજી બેસવા યેાગ્ય નથી; અને ધીરજ વગર જો વેઢવામાં આવે છે, તે તે અલ્પકાળની હોય તે કોઈ વાર વિશેષ કાળની પણ થઈ આવે છે. માટે હાલ તે જેમ અને તેમ‘ઇશ્વરેચ્છા’ અને યથાયેાગ્ય’ સમજી મૌનપણું ભજવું યાગ્ય છે. મૌનપણાના અર્થ એવા કરવા કે અંતરને વિષે વિકલ્પ, ઉતાપ અમુક અમુક વેપાર કરવા વિષેના કર્યા ન કરવા.
હાલ તે ઉદય પ્રમાણે વર્તવું એ સુગમ માર્ગ છે. દેહરા વિષે લક્ષમાં છે. સંસારી પ્રસંગમાં એક અમારા સિવાય બીજા સત્સંગીના પ્રસંગમાં એછું આવવું થાય તેવી ઇચ્છા આ કાળમાં રાખવા જેવી છે. વિશેષ આપના કાગળ આવ્યેથી. આ કાગળ વ્યાવહારિક પદ્ધતિમાં લખ્યા છે, તથાપિ વિચારવા યાગ્ય છે. મેધજ્ઞાન લક્ષ ઉપર છે.
૪૭૪
પ્રણામ પહેોંચે.
મુંબઈ, આસા વદ, ૧૯૪૯
આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે.
૪૭૫ મુંબઇ, આસા વદ ૧૨, રિવે, ૧૯૪૯
આપનાં એ પત્ર સમયસાર'ના કવિતસહિત પહેાંચ્યાં છે. નિરાકાર-સાકાર–ચેતના વિષેનું કવિત ‘મુખરસ’ સંબંધમાં કંઈ સંબંધ કરી શકાય તેવા અર્થવાળું નથી; જે હવે પછી જણાવશું. શુદ્ધતાં વિચારે ધ્યાવૈ, શુદ્ધતામેં કેલિ કરે; શુદ્ધતામેં સ્થિર હૈ, અમૃતધારા ખરસૈ’
Jain Education International
એ કવિતમાં ‘સુધારસ’નું જે માહાત્મ્ય કહ્યું છે, તે કેવળ એક વિશ્વસા ( સર્વ પ્રકારનાં અન્ય પરિણામથી રહિત અસંખ્યાતપ્રદેશી આત્મદ્રવ્ય ) પરિણામે સ્વરૂપસ્થ એવા અમૃતરૂપ આત્માનું વર્ણન છે. તેને પરમાર્થ યથાર્થ હૃદયગત રાખ્યા છે, જે અનુક્રમે સમજાશે.
૪૭૬
મુંબઈ, આશ્વિન, ૧૯૪૯ જે ઈશ્વરેચ્છા હશે તે થશે. માત્ર મનુષ્યને પ્રયત્ન કરવાનું સરજેલું છે; અને તેથી જ પેાતાના પ્રારબ્ધમાં હેાય તે મળી રહેશે. માટે મનમાં સંકલ્પ વિકલ્પ કરવા નહીં.
નિષ્કામ ય૦
For Private & Personal Use Only
www.jainelibrary.org