________________
૩૫૮
શ્રીમદ્ રાજચંદ્ર ૪૧૮
સં. ૧૯૪૮ રવિકે ઉદત અસ્ત હોત દિન દિન પ્રતિ, અંજુલીકે જીવન જયોં, જીવન ઘટતુ હૈ, કાલકે ગ્રસત છિન છિન, હેત છીન તન, આરેકે ચલત માને કાઠસૌ કટતુ હૈ; એતે પરિ મૂરખ ન જૈ પરમારથક, સ્વારથકે હેતુ ભ્રમ ભારત ઠટતુ હૈ, લગૌ ફિર લેગનિસૌં, પૌ પરે જગનિસૌં, વિષેરસ ભેગનિસ, નેક ન હટતુ હૈ. ૧ જૈ મૃગ મત્ત વૃષાદિત્યની તપતિ માંહી, તૃષાવંત મૃષાજલ કારણ અટતુ હૈ; તેસે ભવવાની માયાહી સૌ હિત માનિ માનિ, ઠાનિઠાનિ ભ્રમ શ્રમ નાટક નટતુ હૈ, આગેકે ધુકત ધાઈ પીછે બછરા ચવાઈ, જૈસે નૈન હીન નર જેવી વટતુ હૈ, તૈસૈ મૂઢ ચેતન સુકૃત કરતુતિ કરે, - રેવત હસત ફલ ખેવત ખટતુ હૈ. ૨
(સમયસાર નાટક) ૪૧૯
મુંબઈ, ૧૯૪૮ સંસારમાં સુખ શું છે, કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઈચ્છા કરે છે? ૪૨૦
મુંબઈ, ૧૯૪૮ किं बहुणा इह जह जह, रागहोसा लहु विलिजंति, तह तह पयंटिअव्वं, एसा आणा जिणिंदाणम् ।
(ઉપદેશ રહસ્ય-યશોવિજયજી) કેટલુંક કહીએ? જેમ જેમ આ રાગદ્વેષને નાશ વિશેષ કરી થાય તે તે પ્રકારે પ્રવર્તવું એ જ આજ્ઞા જિનેશ્વર દેવની છે.
૪૨૧
મુંબઈ, અશ્વિન, ૧૯૪૮ જે પદાર્થમાંથી નિત્ય વ્યય વિશેષ થાય અને આવૃત્તિ ઓછી હોય તે પદાર્થ કેમે કરી પિતાપણુને ત્યાગ કરે છે, અર્થાત્ નાશ પામે છે, એવો વિચાર રાખી આ વ્યવસાયને પ્રસંગ રાખ્યા જેવું છે.
પૂર્વ ઉપાર્જિત કરેલું એવું જે કંઈ પ્રારબ્ધ છે તે દવા સિવાય બીજો પ્રકાર નથી, અને યેગ્ય પણ તે રીતે છે એમ જાણી જે જે પ્રકારે જે કાંઈ પ્રારબ્ધ ઉદય આવે છે તે સમ પરિણામથી વેદવાં ઘટે છે, અને તે કારણથી આ વ્યવસાયપ્રસંગ વર્તે છે.
ચિત્તમાં કઈ રીતે તે વ્યવસાયનું કર્તવ્યપણું નહીં જણાતાં છતાં તે વ્યવસાય માત્ર ખેદને હેતુ છે, એ પરમાર્થ નિશ્ચય છતાં પણ પ્રારબ્ધરૂપ હોવાથી, સત્સંગાદિ યોગને અપ્રધાનપણે વેદ પડે છે. તે દવા વિષે ઇરછા-નિરિછા નથી. પણ આત્માને અકળ એવી આ પ્રવૃત્તિનો સંબંધ રહેતે દેખી ખેદ થાય છે અને તે વિષે વારંવાર વિચાર રહ્યા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org