________________
૩૫૦
શ્રીમદ્ રાજચંદ્ર
કહેવાના હેતુ નથી, પરંતુ નિષ્ફળ થયાં છે, તેના હેતુ શેા હશે ? તે વિચારવા માટે લખવામાં આવ્યું છે. કલ્યાણની પ્રાપ્તિ જેને થાય છે, એવા જીવને વિષે વૈરાગ્યાદિ સાધન તે ખચીત હેાય છે. )
શ્રી સુભાગ્યભાઈના કહેવાથી તમે, આ પત્ર જેના તરફથી લખવામાં આવ્યો છે તે માટે, જે કંઈ શ્રવણ કર્યું છે, તે તેમનું કહેવું યથાતથ્ય છે કે કેમ ? તે પણ નિર્ધાર કરવા જેવી વાત છે. નિરંતર અમારા સત્સંગને વિષે રહેવા સંબંધી તમારી જે ઇચ્છા છે, તે વિષે હાલ કાંઈ લખી શકાવું અશકય છે.
તમારા જાણવામાં આવ્યું હોવું જોઇએ કે અત્ર અમારું જે રહેવું થાય છે તે ઉપાધિપૂર્વક થાય છે, અને તે ઉપાધિ એવા પ્રકારથી છે કે તેવા પ્રસંગમાં શ્રી તીર્થંકર જેવા પુરુષ વિષેના નિર્ધાર કરવા હોય તેપણુ વિકટ પડે, કારણકે અનાદિકાળથી માત્ર જીવને ખાદ્યપ્રવૃત્તિ અથવા ખાદ્યનિવૃત્તિનું ઓળખાણ છે; અને તેના આધારે જ તે સત્પુરુષ, અસત્પુરુષ કલ્પતા આવેલ છે; કદાપિ કેાઈ સત્સંગના ચેાગે જીવને ‘સત્પુરુષ આ છે' એવું જાણવામાં આવે છે, તેપણુ પછી તેમને બાહ્યપ્રવૃત્તિરૂપ ચેંગ દેખીને જેવા જોઇએ તેવા નિશ્ચય રહેતા નથી; અથવા તેા નિરંતર વધતા એવા ભક્તિભાવ નથી રહેતા; અને વખતે તે સંદેહને પ્રાપ્ત થઇ જીવ તેવા સત્પુરુષના યાગને ત્યાગી જેની બાહ્યનિવૃત્તિ જણાય છે એવા અસત્પુરુષને દૃઢાગ્રહે સેવે છે; માટે નિવૃત્તિપ્રસંગ જે કાળમાં સત્પુરુષને વર્તતા હેાય તેવા પ્રસંગમાં તેમની સમીપનો વાસ તે જીવને વિશેષ હિતકર જાણીએ છીએ.
આ વાત અત્યારે આથી વિશેષ લખાવી અશક્ય છે. જો કઈ પ્રસંગે અમારે સમાગમ થાય તે ત્યારે તમે તે વિષે પૂછશેા અને કંઈ વિશેષ કહેવાયેાગ્ય પ્રસંગ હશે તેા કહી શકવાના સંભવ છે. દીક્ષા લેવા વારંવાર ઇચ્છા થતી હોય તેપણ હાલ તે વૃત્તિ સમાવેશ કરવી, અને કલ્યાણુ શું અને તે કેમ હેાય તેની વારંવાર વિચારણા અને ગવેષણા કરવી. એ પ્રકારમાં અનંતકાળ થયાં ભૂલ થતી આવી છે, માટે અત્યંત વિચારે પગલું ભરવું યાગ્ય છે.
અત્યારે એ જ વિનંતિ.
રાયચંદ્રના નિષ્કામ યથાયેાગ્ય.
૪૦૨ મુંબઈ, ભાદરવા સુદ ૭, સેામ, ૧૯૪૮ ઉદય જોઈ ને ઉદાસપણું ભજશે। નહીં.
સ્વસ્તિ શ્રી સાયલા શુભસ્થાને સ્થિત, મુમુક્ષુજનને પરમ હિતસ્ત્રી, સર્વ જીવ પ્રત્યે પરમાર્થ કરુણાદૃષ્ટિ છે જેની, એવા નિષ્કામ, ભક્તિમાન શ્રી સુભાગ્ય પ્રત્યે,
શ્રી મેહમયી' સ્થાનેથી ........ના નિષ્કામ વિનયપૂર્વક યથાયેાગ્ય પ્રાપ્ત થાય.
સંસાર ભજવાના આરંભકાળ(?)થી તે આજ દિન પર્યંત તમ પ્રત્યે જે કંઇ અવિનય, અભક્તિ અને અપરાધાદિ દોષ ઉપયેગપૂર્વક કે અનુપયેાગે થયા હેાય તે સર્વ અત્યંત નમ્રપણે ક્ષમાવું છું. શ્રી તીર્થંકરે જેને મુખ્ય એવું ધર્મપર્વ ગણવાનું યેાગ્ય ગણ્યું છે, એવી સંવત્સરી આ વર્ષે સંબંધી વ્યતીત થઈ. કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિષે અત્યંત અલ્પ પણ દેષ કરવા ચેગ્ય નથી, એવી વાત જેને પરમેષ્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે, એવા આ ચિત્તને નમસ્કાર કરીએ છીએ, અને તે જ વાકય માત્ર સ્મરણયાગ્ય એવા તમને લખ્યું છે; કે જે વાકય નિઃશંકપણે તમે જાણે છે.
રવિવારે તમને પત્ર લખીશ' એમ જણાવ્યું હતું તથાપિ તેમ થઈ શક્યું નથી, તે ક્ષમા કરવા જોગ છે. તમે વ્યવહારપ્રસંગની વિગત સંબંધી પત્ર લખ્યા હતા, તે વિગત ચિત્તમાં ઉતારવા અને વિચારવાની ઇચ્છા હતી, તથાપિ તે ચિત્તના આત્માકારપણાથી નિષ્ફળપણાને પ્રાપ્ત થઇ છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org