________________
૩૧૮
શ્રીમદ્ રાજચંદ્ર કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્યભાવનાએ, વીતરાગભાવે, જ્ઞાની વિષે પરમભક્તિભાવે સન્શાસ્ત્રાદિક અને સત્સંગને પરિચય કરે હાલ તે યંગ્ય છે.
કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં, અર્થાત્ કંઈ પણ પ્રકારના દિવ્યતેજયુક્ત પદાર્થો ઇત્યાદિ દેખાવા વગેરેની ઈરછા, મનઃકલ્પિત ધ્યાનાદિ એ સર્વ સંકલ્પની જેમ બને તેમ નિવૃત્તિ કરવી.
શાંતસુધારસમાં કહેલી ભાવના, “અધ્યાત્મસારમાં કહેલે આત્મનિશ્ચયાધિકાર એ ફરી ફરી મનન કરવા યોગ્ય છે. એ બેનું વિશેષપણું માનવું.
“આત્મા છે એમ જે પ્રમાણથી જણાય, “આત્મા નિત્ય છે એમ જે પ્રમાણથી જણાય, આત્મા કર્તા છે એમ જે પ્રમાણથી જણાય, “આત્મા જોક્તા છે એમ જે પ્રમાણથી જણાય, મેક્ષ છે એમ જે પ્રમાણથી જણાય, અને “તેને ઉપાય છે એમ જે પ્રમાણથી જણાય, તે વારંવાર વિચારવા યોગ્ય છે. “અધ્યાત્મસારમાં અથવા બીજા ગમે તે ગ્રંથમાં એ વાત હોય તે વિચારવામાં બાધ નથી. ક૯૫નાને ત્યાગ કરી વિચારવા યંગ્ય છે.
જનકવિદેહીની વાત હાલ જાણવાનું ફળ તમને નથી. બધાને અર્થે આ પત્ર છે.
૩૩૧
મુંબઈ, માહ, ૧૯૪૮
વીતરાગપણે, અત્યંત વિનયપણે પ્રણામ.
બ્રાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે, ત્યાં સુધી જીવને પિતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું માહામ્ય પણ તથારૂપપણે ભાસ્યમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચીત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થને સ્વીકાર ગ્ય છે. આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદૃ જાણી નિષ્કામપણે લખી છે.
૩૩૨, મુંબઈ, ફાગણ સુદ ૪, બુધ, ૧૯૪૮ આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મેહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પિતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે, તેમ તેમ મુમુક્ષતા વર્ધમાન થયા કરે છે. અનંત કાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. એટલા માટે, તન, મન, ધનાદિ જે કંઈ પિતાપણે વર્તતાં હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે; પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પિતાપણું મટાડવાનું જ ઉપદેશ છે; અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે, આરંભ-પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પિતાનાં થતાં અટકાવવા, ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે.
૩૩૩ મુંબઈ, ફાગણ સુદ ૪, બુધ, ૧૯૪૮ ૧“સપુરુષની ઓળખાણ જીવને નથી પડતી, અને વ્યાવહારિક કલ્પના પિતા સમાન તે પ્રત્યે રહે છે, એ જીવને કયા ઉપાયથી ટળે?” એ પ્રશ્નનો ઉત્તર યથાર્થ લખે છે. એ ઉત્તર જ્ઞાની - ૧. શ્રી સૌભાગભાઈએ આપેલ ઉત્તર : “નિપેક્ષ થઈ સત્સંગ કરે તો સત્ જણાય ને પછી પુરુષને જોગ બને તે તે ઓળખે અને ઓળખે એટલે વ્યાવહારિક કલ્પના ટળે. માટે પક્ષ રહિત થઈ સત્સંગ કરો. એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી. બાકી ભગવત કપા એ જુદી વાત છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org