SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ શ્રીમદ્ રાજચંદ્ર ૩૦૪ વવાણિયા, કાર્તિક સુદ, ૧૯૪૮ યથાગ્ય વંદન સ્વીકારશે. સમાગમમાં આપને બે ચાર કારણે મન ખોલી વાત કરવા દેતાં નથી. અનંતકાળનું વલણ, સમાગમીઓનું વલણ અને લોકલજ્જા ઘણું કરીને એ કારણનાં મૂળ હોય છે. એવાં કારણે હોય તેથી કઈ પણ પ્રાણી ઉપર કટાક્ષ આવે એવી દશા ઘણું કરીને મને રહેતી નથી. પણ હાલ મારી દશા કંઈ પણ લેકેત્તર વાત કરતાં અટકે છે, અર્થાત્ મન મળતું નથી. “પરમાર્થ મૌન” એ નામનું એક કર્મ હાલ ઉદયમાં પણ વર્તે છે, તેથી ઘણા પ્રકારની મૌનતા પણ અંગીકૃત કરી છે, અર્થાત્ પરમાર્થ સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી. તે ઉદયકાળ છે. ક્વચિત્ સાધારણ માર્ગ સંબંધી વાતચીત કરવામાં આવે છે; નહીં તે એ વિષયમાં વાણી વડે, તેમજ પરિચય વડે મન્યતા અને શૂન્યતા ગ્રહણ કરવામાં આવી છે. જ્યાં સુધી યોગ્ય સમાગમ થઈ ચિત્ત જ્ઞાની પુરુષનું સ્વરૂપ જાણી શકતું નથી, ત્યાં સુધી ઉપર જણાવેલાં ત્રણ કારણો કેવળ જતાં નથી, અને ત્યાં સુધી “સત’નું યથાર્થ કારણ પ્રાપ્ત પણ થતું નથી. આમ હોવાથી તમને મારે સમાગમ થતાં પણ ઘણું વ્યાવહારિક અને લોકલાયુક્ત વાત કરવાને પ્રસંગ રહેશે. અને તે પર મને કંટાળે છે. આપ ગમે તેનાથી પણ મારા સમાગમ થયા પછી એવા પ્રકારની વાતમાં ગૂંથાએ એ મેં યોગ્ય માન્યું નથી. ૩૦૫ વવાણિયા, કારતક વદ ૧, ૧૯૪૮ 8 ધર્મજવાસી છે જેઓ, તેમને સમ્યકજ્ઞાનની હજુ જે કે પ્રાપ્તિ નથી, તથાપિ માર્ગાનુસારી જીવ હોવાથી તેઓ સમાગમ કરવા જોગ છે. તેમના આશ્રયમાં વર્તતા મુમુક્ષુઓની ભક્તિ, વિનયાદિ રીતભાત, નિર્વાસનાપણું એ જોઈ અનુસરવા જોગ છે. તમારો જે કુળધર્મ છે, તેની કેટલીક રીતભાત વિચારતાં ઉપર જણાવેલા મુમુક્ષુઓની રીતભાત આદિ...તેમની મન, વચન, કાયાની અનુસરણા, સરળતા...માટે સમાગમ કરવા જોગ છે. કોઈ પણ પ્રકારનું દર્શન થાય તેને સમ્યફજ્ઞાન મેટા પુરુષોએ ગયું છે, એમ સમજવાનું નથી. પદાર્થને યથાર્થ બેધ પ્રાપ્ત થાય તેને સમ્યફજ્ઞાન ગણવામાં આવ્યું છે. ધર્મજ જેમના નિવાસ છે, તેઓ હજુ તે ભૂમિકામાં આવ્યા નથી. તેમને અમુક તેજોમયાદિનું દર્શન છે. તથાપિ યથાર્થ બોધપૂર્વક નથી. દર્શનાદિ કરતાં યથાર્થ બોધ શ્રેષ્ઠ પદાર્થ છે. આ વાત જણાવવાને હેતુ એ છે કે કેઈ પણ જાતની કલ્પનાથી તમે નિર્ણય કરતાં નિવૃત્ત થાઓ. ઉપર જે કલ્પના શબ્દ વાપરવામાં આવ્યું છે તે એવા અર્થમાં છે કે “અમે તમને તે સમાગમની સમ્મતિ આપવાથી તે સમાગમીઓ “વસ્તજ્ઞાનના સંબંધમાં જે કંઈ પ્રરૂપ છે, અથવા બેધે છે, તેમજ અમારી માન્યતા પણ છે, અર્થાત્ જેને અમે સત્ કહીએ છીએ તે, પણ અમે હાલ મૌન રહેતા હોવાથી તેમના સમાગમથી તે જ્ઞાનને બેધ તમને મેળવવા ઈચ્છીએ છીએ.” ૩૦૬ મોરબી, કારતક વદ ૭, રવિ, ૧૯૪૮ » બ્રહ્મ સમાધિ શ્રી સુભાગ્ય પ્રેમસમાધિ વિષે વર્તે છે. અપ્રગટ સત્ ૧. પત્ર ફાટેલ હોવાથી અહીંથી અક્ષરો ઊડી ગયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy